ક રોળિયા સામાન્ય રીતે જાળામાં બેસી શિકાર ફસાવાની રાહ જોતા હોય છે. પરંતુ વિષુવવૃત્તના જંગલોમાં જોવા મળતાં જમ્પિંગ સ્પાઈડર કૂદકા મારીને શિકારની શોધમાં નીકળે છે.
કરોળિયાની જાતમાં જમ્પિંગ સ્પાઈડરનો પરિવાર મોટો છે. તેની ૫૦૦ જાત છે. જંગલો, પર્વતો અને ઘાસીયા મેદાનોમાં પણ તેની નાની મોટી જાતો જોવા મળે છે.
જમ્પિંગ સ્પાઈડરના પગ ઘણાં નબળા હોય છે. તે પગ વડે નહીં પણ શરીરમાં લોહીના દબાણમાં વધઘટ કરીને કૂદકા મારે છે. જો કે સાવચેતી માટે મોંમાં લાળ તૈયાર રાખે છે. જમ્પિંગ સ્પાઈડરની આંખ મોટી અને વેધક હોય છે. તે ઘણાં સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકે છે અને રંગો પણ પારખી શકે છે. તેને ચાર આંખો હોય છે.
તેની ચારે આંખો ટેલિસ્કોપ જેવા ભૂંગળાની બનેલી હોય છે અને તેમાં ચાર સ્તરના રેટિના હોય છે. તે અદ્ભૂત શક્તિ ધરાવે છે.
જમ્પિંગ સ્પાઈડરને ચાર જ પગ હોય છે તે પણ નબળા હોય છે. તે પોતાના શરીરની લંબાઈ જેટલો કૂદકો મારી શકે છે. કૂદકો મારવા માટે પગ નહી પરંતુ લોહીના દબાણની વધઘટ કરીને શરીરને ધકેલે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34FBFYR
ConversionConversion EmoticonEmoticon