૧૮ ઓકટોબરે સદ્ગત અભિનેતા ઓમપુરી જો જીવતા હોત તો તેમણે ૭૦ વર્ષ પૂરા કર્યા હોત, પણ સદ્ગતની સ્મૃતિમાં તેમની પત્ની નંદિતા અને ઇશાને યુ ટયુબ પર 'પૂરી બાતે' લોન્ચ કરી એક અનોખી સ્મરણાંજલિ આપી છે, આ અદ્ભુત અદાકાર ઓમ પુરીને.
ઓમ પુરીએ ૬૭માં જન્મદિવસના ત્રણ મહિનામાં જ જીવનલીલા સંકેલી લીધી. જોકે સદ્ગતના પત્ની અને પુત્રએ આ માઇલસ્ટોલ જર્ની ધરાવતા અભિનેતાને ખૂબ આગવી રીતે અનુરૂપ અંજલિ અર્પી છે.
માત્ર હિન્દી ફિલ્મો જ નહીં, પણ અંગ્રેજી ફિલ્મો અને બ્રિટિશ સીરિયલોમાં અદાકારી દ્વારા ઓમ પુરીએ વૈશ્વિક ખ્યાલ પ્રાપ્ત કરી પોતાની અભિનય ક્ષમતાનો પરિચય તો આપ્યો જ છે. આ માટે જ તેમને પ્રતિષ્ઠિત ઓ.બી.ઇ. (ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર) એવોર્ડ બ્રિટિશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સેવા બદલ અપાયો છે. બ્રિટિશ રાજધાની લંડન તો અકસ્માતે ઓમ પુરી માટે બીજા ઘર સમું બની ગયું હતું.
મને યાદ છે તેમની મુલાકાત વેળા, તેમની છત ધરાવતી ટેરેસ પર બેઠા હતા, અને તેઓ તેમની ચાની ચુસકી સાથે કષ્ટદાયક કારર્કિદીની વાતો કરતા હતા.
૧૯૭૦ના મધ્યમાં ઓમ પુરી મુંબઇ આવ્યા હતા. એ પહેલા તેમણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ત્રણ વર્ષનો અભ્યાસ અને બે વર્ષ પુણેની પુણે ફિલ્મ ઇન્સ્ટિટયૂટનો કોર્ષ પૂરો કર્યો હતો. ઇન્સ્ટિસ્યૂટમાં નસીરુદ્દીન શાહ તેમના સિનિયર હતા આથી ઓમ પુરીએ મુંબઇ આવતાં સાંતાક્રુઝમાં તેમના ઘરે ધામો નાખ્યો હતો. તેમની સાથે તેમના હાથમાં એક નાની બેગ હતી. ઓમ પુરી હસતા હસતાં કહે છે, 'એક અઠવાડિયા પછી તેમણે મને કહેણ મોકલાવ્યું કે 'અહીં કેટલા દિવસ રહેવાની તારી યોજના છે ? 'હું નવમાં ધોરણમાં હતો ત્યારથી હું સ્વતંત્ર જ હતો. રેસ્ટોરાંમાં કામ કરતો અને મુનસી પણ હતો. આથી હું અહીં આવી ગયો હતો. શરીર અને આત્માને સાથે રાખીને તેઓ અનિલ કપૂર, મઝહર ખાન, ગુલશન કુમાર અને રોશન તનેજાના એક્ટિંગ કલાસિસના અન્યો સાથે સખત રીતે વર્તતા હતા.
એક અભિનેતા તરીકે ઓમ પુરીની પહેલી ફિલ્મ ગોવિંદ નિહલાનીની હતી, જેમાં કામ કરવા માટે તેમને રૂા.૬૦૦ જેટલી સારીએવી મોટી રકમ મળી હતી. નિહલાનીની 'અર્ધ-સત્ય' (૧૯૮૩)માં તેમણે પોલીસની ભૂમિકા ખૂબ સુંદર રીતે ભજવી હતી. આને કારણે તેમણે સારી એવી પ્રશંસા તથા વાહવાહ પણ મેળવી હતી. આ પછી તો તેમણે પાછળ વળીને કદી જોયું જ નથી. 'અર્ધસત્ય'માં ઉમદા એક્ટિંગ માટે એ ફિલ્મ લોકોને હજુય યાદ છે.
ઓમ પુરી માત્ર ભારતમાં જાણીતા હતા એવું નથી તેઓ લંડનની શેરીઓમાંથી સપાસ થતા ત્યારે ત્યાંના લોકો પણ તેમને બોલાવતા આમ, તેઓ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત કલાકાર હતા. ઘણાં તો તેમને કહેતા, 'હાય, ઓમ પુરી, આઇ લવ્ડ યુ ઇન ઇસ્ટ ઇઝ ઇસ્ટ' માત્ર બ્રિટિશરો તેમને આ રીતે બોલાવતા એવું નહોતું. સ્ટોર્સ, રેસ્ટોરા અને એરપોર્ટના ચેક-ઇન કાઉન્ટર પણ પણ તેમને લોકો આવી જ રીતે ઓળખતા.
અરે, ટેલુરાઇડ ફિલ્મ ફેસ્ટિવલની સ્મૃતિઓને તો ઓમ પુરી પાસે ખજાનો હતો. પરંપરાગત રીતે આ તો અમેરિકાનું એક નાનું નગર હતું, જેમાં ઇટાલિયન,મેક્સિકન અથવા ફ્રેન્ચ રેસ્ટોરાં સારા એવા પ્રમાણમાં હતા અને ત્યાં ડેલિગેટ્સને બધુ નિ:શુલ્ક અપાતું એક કપ કોફી માટે ઓમ પુરી અહીંની એક રેસ્ટોરાં પાસે ઉભા રહેતા ત્યારે હોટેલનો માલિક તેમને એક હાથે સલામ કરી કહેતો, 'વી લવ્ડ યુ ઇસ્ટ ઇઝ ઇઝ. માય સન ધ ફાનાટિક એન્ડ સિટી ઓફ જોય.'
એક વાતનું ઓમ પુરી કાયમ ધ્યાન રાખતા કે કોણે તેમને મદદ કરી છે. તેઓ કહેતા, 'હું જેનિફર કપૂરનો આભાર માનું છું. તેમણે જ મને આંતરરાષ્ટ્રીય ક્ષિતિજ પર ચમકાવ્યો છે. 'ધ જ્વેલ ઇન ધ કાઉન'ના નિર્માતાઓ કલાકારોને શોધી રહ્યા હતા ત્યારે જેનિફરે મારા નામની ભલામણ કરી હતી.' ઓમ પુરી લોકપ્રિયસીરિયલના પ્રથમ ત્રણ એપિસોડમાં નજરે પડયા હતા. એકને કારણે બીજી ફિલ્મોમાં તેમને કામ મળ્યું, જેમાં 'ગાંધી' અને 'સિટી ઓફ જોય'નો સમાવેશ થાય છે. ઓમ પુરીએ જાણીતા ટેલેન્ટ એજન્ટ જેરેમી કોનવેની સેવા લીધી. હતી તેઓ કહેતા અને ચેતવણી પણ આપતા, 'તમે વન્ડરફૂલ એકટર છો. પણ મને એ વાતની ખબર નથી કે વિદેશી પ્રોડક્શન્સમાં ભારતીય કલાકારોનો કેટલો હિસ્સો છે. આમ છતાં ઓમપુરીને પ્રસંગોચિત કામ મળ્યે જ રાખતું હતું.
તેમણે હોલીવૂડમાં એ-લિસ્ટર્સ જેમ કે જેક નિકોલસના (વોલ્ફ) અને પેટ્રિક સ્વાયઝ (સિટી ઓફ જોય) સાથે કામ કર્યું એ પછી તેમણે મારી સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ શેર કરી હતી. આ અભિનેતાનો એક મિત્ર-જેક નિકોલસન હતો કેમ કે બંને ધૂ્રમ્રપાનના શોખિન હતા. દેખિતી રીતે જ હોલીવૂડના ફિલ્મના સેટ પર સિગારેટ પીવાની મનાઇ હતી. આથી, સહાયકે સૂચવ્યું કે ઓમ પુરી બેડબોય્ઝ કોર્નરમાં સ્મોક કરે છે... આ પછી ત્યાં જઇને નિકોલસે પણ સિગારેટપીવાનું શરૂ કર્યું શોટ પછી જેક નિકોલસને ઓચિંતુ જ ઓમને સિગારેટ પીવામાં જોડાવા જણાવ્યું અને બંને જણાં સાથે સિગારેટ પીવા લાગ્યા. ઓમ પુરીએ મને જણાવ્યું મેં તેમને કેટલાંક પ્રશ્નો પૂછ્યાં. જેમાના તેમને કેટલાંક ન આવડયા. આથી તેઓ ફરી ગયા અને મૂંઝવણ ભઙરેલી સ્થિતિમાં મુકાયા. આ પછી તેઓ લાંબો સમય અટકી ગયા, પણ પછી તેમણે જવાબ આપ્યો.'
૨૦૧૦માં મેં જ્યારે હેલન મિરેન સાથે હીટ ફિલ્મ 'ધ ૧૦૦ ફીટ જર્ની'માં કામ કર્યુ ંત્યારે મેંજોક માર્યો હતો, 'આ મારી સ્મિતા પાટીલ છે.'
છેલ્લે હું ઓમ પુરીને તેમના મૃત્યુના એક મહિના પહેલા મળ્યો હતો. નંદિતાના જમણાં પગમાં ફેક્ચર થયું હતું ત્યારે જલદીથી સાજા થઇ જાવ એવી શુભેચ્છા આપતો એક સંદેશો મેં ઓમ પુરીના ઘરે ડ્રોપ કર્યો હતો. તેમણે (ઓમ પુરી) મારા માટે વોડકાનો પતિયાલા પેગ બનાવ્યો અને મારા હાથમાં આપતાં કહ્યું. 'ડ્રિન્ક વિથ મી' મેં ના પાડી, પણ તેમણે આગ્રહ કર્યો. ડ્રિન્ક હાથમાં જ હતું તેઓ મને તેમના પુત્ર ઇશાનના રૂમમાં લઇ ગયા અને દિવાલ પર ટિંગાડેલો ફેમિલી ફોટોગ્રાફ વડીલોના ગૌરવ સાથે મને દાખવ્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Tdok7
ConversionConversion EmoticonEmoticon