(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 ઓકટોબર 2020, શુક્રવાર
અભિષેક બચ્ચન માટે સાલ ૨૦૨૦ ઘણુ સારુ રહ્યું છે. તેણે એક વેબ સીરીઝ બ્રીધ : ઇટૂ ધ શેડોઝથી ડિજીટલ ડેબ્યુ કર્યું છે. તેમજ તેની બે ફિલ્મો લૂડો અને ધ બિગ બુલ પણ રિલીઝ માટે તૈયાર છે. જોકે આ ફિલ્મો ઓટીટી પર દર્શાવામાં આવશે.
હવે અભિષેકને લઇને એક વધુ સારા સમાચાર આવી રહ્યા છે કે, દિગ્દર્શક અનુરાગ કશ્યપ પોતાની હિટ ફિલ્મની ીકવલની તૈયારી કરી રહ્યા છે. અભિષેક બચ્ચન, તાપસી પન્નુએ ફિલ્મ મનમર્જિયાંમાં પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ જ સ્ટાર કાસ્ટ સાથે અનુરાગ કશ્યપ સીકવલ બનાવાના છે.
અનુરાગ આ ફિલ્મ બાબતે ફિલ્મ મેકર્સ મણીરત્નમ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.જો બધુ સમુસૂથરુ ંપાર પડશે તો દિગ્દર્શક અભિષેક બચ્ચન, તાપસી પન્નુ અને વિકી કૌશલ સાથે ફિલ્મ બનાવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kCtMJ6
ConversionConversion EmoticonEmoticon