અર્જુન કપૂરે પોતાની કારકિર્દીની પોતે જ ઘો ખોદી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 ઓકટોબર 2020, શુક્રવાર

બોલીવૂડમાં જગજાહેર છે કે, અર્જુન કપૂરથી સલમાન ખાન નારાજ છે અન ેઆ જ કારણે બોની કપૂરના પુતરને ફિલ્મો મળતી નથી. અર્જુન  અને મલયકાના સંબંધને કારણે સલમાન તેનાથી નારાજ છે. સલમાને અર્જુનને તેમજ તેના પિતા બોનીને ઘણા સમજાવ્યા હતા પરંતુ અર્જુન અને મલયકા છુટા પડયા નહીં. પરિણામે સલમાને પોતાના ખાસ મિત્રો અને ટોચના ફિલ્મમેકર્સોને અર્જુનને કોઇ ફિલ્મમાં ન લેવાનું ફરમાન કર્યું છે. 

૨૦૦૯ની સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડમાં  અર્જુનએ પ્રભુદેવાને  આસિસ્ટ કર્યું હતું. પરંતુ એ પછી પ્રભુદેવા અને અર્જુનએ એક પણ ફિલ્મ સાથે કરી નથી. 

કબીર ખાનસ સાથે પણ આમ જ થયું છે. કબીર ખાન સલમાનની વધુ નજીક મનાતો હોવાથી તેણે અર્જુન કપૂર સાથે કામ કરવા માટે વિચાર્યું જ નથી. 

અલી અબ્બાસ ઝફરે અર્જુન કપૂર સાથે છેલ્લે ઘુંડે ફિલ્મમાં કામ કર્યું હતું. અલી અબ્બાસ ઝફરના સલમાન સાથે ઘણા સારા સંબંધો છે. 

રેમો ડિસાઝા અને સાજિદ નડિયાદવાળા પણ ર્્જુનના નામનો વિચાર કરતા નથી. 

વાસ્તવમાં અર્જુન કપૂર વરસો પહેલા સલમાનની બહેન અર્પિતાને ડેટ કરતો હતો અને સલમાનના ઘરે તેની અવર-જવર હતી. પરંતુ સમય જતા મલાયકા અને અર્જુનના સંબંધો વધવા લાગ્યા. હવે તો જાહેરમાં તેઓ બિનધાસ્ત એકબીજાની સાથે જોવા મળે છે. આ જ કારણે સલમાનને અર્જુન પસંદ નથી. 

કહેવાય છે કે, સલમાનની નારાજગી ન ઉઠાવવી પડે તેથી ટોચના નિર્માતા-દિગ્દર્શકો અર્જુન સાથે કામ કરતા ગભરાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34oV4gF
Previous
Next Post »