(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 ઓકટોબર 2020, શુક્રવાર
શાહરૂખ ખાન છેલ્લા બે વરસથી રૂપેરી પડદાથી દૂર થઇ ગયો છે.જોકે હવે તે લાંબા સમય પછી ફરી કમબેક કરી રહ્યો છે. સાલ ૨૦૧૮માં આવેલી ઝીરો ફિલ્મના ફ્લોપ પછી શાહરૂખે બ્રેક લીધો હતો અને કોઇ પણ ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે અભિનય કરવા માટે તૈયાર થઇ હયો છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, શાહરૂખ ખાને બે વરસ પછી પોતાની અપકમિંગ ફિલ્મોના શૂટિંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે નવેમ્બર ૨૦૨૦થી ફિલ્મ પઠાનનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પદુકોણ અન ેજોન અબ્રાહમ હશે.
આ ઉપરાંત શાહરૂખે સાઉથના ડાયરેકટર એટલી સાથે પણ હાથ મેળવ્યો છે. જેમાં તે પિતા અને પુત્રના ડબલ રોલમાં જોવા મળવાનો છે. આ પહેલા પણ તેણે બે ફિલ્મો ડુપ્લીકેટ અન ેડોનમાં ડબલ રોલ કર્યા છે. આ ફિલ્મમાં તે એક સિનીયર રો એજન્ટના પાત્રમાં જોવા મળશે જે પોતાના ગેન્ગસ્ટર પુત્રને પડવાના મિશન પર હશે.
આ ઉપરાંત તે રાજ કુમાર હીરાણી સાથે પણ એક ફિલ્મ કરવાનો હોવાની વાત છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ooSY8g
ConversionConversion EmoticonEmoticon