આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત પ્રચલિત છે કે ગારાની ગોરને કાંચની આંખો. નાની નાની બાળાઓ એમનાં વ્રત તહેવારમાં પુંજન નિમિત્તે એક ગારામાંથી સરસ મજાની ગોર બનાવે છે. જેમને એવી મજાની કાંચની આબેહુબ આંખો ચઢાવે છે. જો કે હકીકતમાં એ આંખો જોઈ નથી શક્તી.ળ
તો સાહેબ આ મુદ્દો આજે આપણા માનવદેહને એકદમ બંધ બેસતો હોય એવું તમને નથી લાગતું ? અરે આ માનવદેહ આપણી આપણી કાયા એ પંચ તત્ત્વનું માટીની જ બનેલ છે. તો આપ આ પણ ગારાની ગોર થઇ. હવે એમને સ્વાર્થની આંખો ચઢાવવામાં આવી છે. જે એટલી ભયંકર રીતે જુએ છે કે ન પુછો વાત. પોતાના ધનવાન બનવા માટે બીજાને ભલે હજારોનું નુકશાન થાય, પોતાનું ઘર ચલાવવા માટે ભલે બીજાનું ઘર ભાંગી જાય.
અરે પોતાનાં બગીચામાં વસંત લાવવા બીજાનાં બાગને પાનખર લાવી દેય, વળી જેમ બાળાએ એમની ગોર ને સોના ચાંદીનાં ઘરેણા કે ચૂંદડી ચઢાવી એમને સજ્જ કરે છે એમ આ ગોર પણ ધન, સંપત્તિ, રૂપ, હોદ્દો, કે ડિગ્રી રૂપી આભૂષણો કે ચૂંદડી ઓઢી એવી તો ફરે છે કે જાણે આ જગતમાં કાયમ રહેવા ન આવી હોય. એમને નજરે નાનો માણસ ચઢતો નથી. દુઃખિયાનાં દર્દો સંભળાતાં નથી.
અને અંતે જેમ પેલી નાની બાળાઓ આ ગોરનું વ્રત પુરૂ કરતાં આંખરે જેમના માંગેલા ઘરેણા ગાઠા કે ચૂંદડી ઉતારી લઇ પાણીમાં પધરાવી દેશે. કે જેનાથી આ ગોર ગળી જશે. બસ વ્હાલા, ભલે આપણે આપણી રીતે આ બધા આભૂષણો ધારણ કર્યા પણ આખરે આ ગારાની ગોરનું પણ આમ જ થવાનું છે. બધુ જ ચઢાવેલું આપો આપ ખેંચાઈ જશે. અને ગોર અગ્ની, માટી કે જળમાં સમાઈ જશે.
માટે હે માનવ, કોઇપણ જીવને અલગ ન ગણ, એ કાયમી નથી. આવી ધર્મ, જ્ઞાાતિ, કોમનાં વાડામાં આ અમૂલ્ય જીંદગીને વેડફી ન નાંખો. અને મૃત્યુ એ સનાતન સત્ય છે. જેમને કાયમ નજર સામે રાખી કર્મ બાંધો. જે કર્મ જ તમને મહાનતા કે અમરતા અપાવશે.
- ભરત એલ. ગોઠડીયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ovRWrn
ConversionConversion EmoticonEmoticon