ભગવાન જેટલા વૃધ્ધ, અસહાય, દુઃખી, નિરાધાર, અબોલ, અપંગ કે અભ્યાગતની સહાય કરવાથી રાજી થાય છે. એટલા એકેયથી રાજી નથી થતા. તો આ બધી પ્રવૃત્તિ જો આપણે અપનાવી જીવનમાં ઉતારી વ્રતની જેમ તેમનાં નિયમ લઇ પાળીએ કે ભઈ જ્યા કોઈ અસહાય હોય, કોઈ અંધ અપંગ કે નિરાધાર હોય, તેમની બની શકે એટલી સહાય કરીએ. વૃધ્ધને મદદ કરીએ કોઈ દુઃખીનાં દર્દને સાંભળી તેમને ઓછું કરીએ.
આ બધાથી ભગવાન અતિપ્રસન્ન થશે. પણ આવો સમય આપણી પાસે નથી. અને વળી આનાથી આપણને ઓળખે કે જાણે પણ કોણ ? આપણે ભક્તિ કરીએ છીએ એમની જગતને જાણ કેમ થાય ? વળી જગતને જાણ ન થાય તો ભક્તિ નકામી. ના વ્હાલા આવું નથી. હકીકતે ભક્તિમાં કપડાનો કલર નહીં પણ હૃદયનો ભાવ ફરી જવો જોઇએ. બહારનાં આકાર ફેરવવાથી બ્રહ્મ નથી બનાતું અંદરનાં આચાર શુધ્ધ થવા જોઇએ. ભક્તિ પ્રદર્શનની વસ્તુ નથી. એ તો આપણી અંદર કી બાત હૈ. આપણી ભક્તિ પડખેવાળા પણ ન જાણી શકે તેવી હોવી જોઇએ.
શરીર તો એક ભાડૂતી મકાન છે. મકાનમાં રહેનારો ગુન્હો કરે છે અને સજા આપણે મકાનને ન આપી શકીએ. ગુન્હેગારને જ સજા પડે છે. આવું જ આપણા અંદરનાં આત્માનું કે ચીતનું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mqi8Se
ConversionConversion EmoticonEmoticon