જે મનુષ્ય સુખનો ભુખ્યો બને એને માલ મિલક્ત, મોટર, વાડી, સુખ સાહેબી જીવનમાં મળેલું ઓછું જ લાગે તેને ઇચ્છા હોય હજુ વધુ મળે. છોને પછી બધુ હોય.
ધનનો ઉપયોગ મોજ શોખ પાછળ વેડફે, પોતાના ધનની કિંમત દેખાડવા, મોટાઈ દેખાડવા ગમે તેમ પૈસાની રેલમછેલ કરે. તોછડું વર્તન બીજાને ઉતારી પાડવું તે સુખની નિશાની. પુણ્ય કરવાથી જ સુખ પ્રાપ્ત થાય ને મોટાઈ બતાવવાથી ઘણા લોકો દૂર થઈ જાય. ઘણીવાર વેપારમાં કે આડા અવળા ખર્ચથી ધન ખલાસ થઈ જાય બીજા સાથે નજર મીલાવી શક્તો નથી.
સુખ એજ વ્યક્તિ પચાવી શકે જેને પાત્રતા હોય બીજાની લાગણી સમજતો હોય, પુણ્ય કરતો હોય. સમાજમાં દેખાડો પ્રભુને ગમતો નથી, ધર્મને રસ્તે ચાલો પ્રભુનું ધ્યાન ધરો બીજાને ગરીબ માણસને મદદ કરો તોજ સાચું સુખ મળશે. પૈસા ક્યાં સુધી રહેશે, ટકશે તે આપણે જાણતા નથી. જો નીતિ નિયમથી રહીશું તો જ ધન રહેશે પ્રભુ મળશે,સુખ મળશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oJw4Jh
ConversionConversion EmoticonEmoticon