મુંબઇ તા.24 ઓકટોબર 2020, શનિવાર
એક સમય હતો જ્યારે દીપિકા પદુકોણ સોશિયલ મીડિયા પર બહું એક્ટિવ રહેતી હતી. પણ ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ દીપિકા સોશિયલ મીડિયામાંથી દૂર જતી રહી. હવે ડ્રગ્સ કેસ અંગે આટલાં દિવસો વીતી ગયા પછી તેણે સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ મુકી છે. આ પોસ્ટ દ્વારા દીપિકાએ પ્રભાસને જન્મ દિવસની શુભેચ્છા આપી. તેણે પ્રભાસનો ફોટો શેર કરી સાથે લખ્યું કે 'ડિયર, પ્રભાસ તમે કાયમ સ્વસ્થ અને ખુશ રહો. આશા રાખું છું કે આવતું વર્ષ તમારા માટે શાનદાર બની રહે.'
હવે દીપિકા અને પ્રભાસ એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. વૈજયંતિ મુવીઝની આ ફિલ્મમાં હવે અમિતાભની પણ એન્ટ્રી થઇ છે. જોકે તેમનું નામ આ ફિલ્મ માટે હજુ સુધી ફાઇનલ નથી થયું.
આ પ્રોડ્કશન હાઉસ-વૈજયંતિ મુવીઝ અગાઉ પણ ઘણી હીટ ફિલ્મો બનાવી ચુક્યું છે. આ ફિલ્મોમાં 'મહાનટી' જે દંતકથારૂપ અભિનેત્રી સાવિત્રીના જીવન પર આધારિત આ ફિલ્મ હતી. આ ફિલ્મે કેટલાંય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પારિતોષિક જીત્યા છે.
હજુ થોડા દિવસ પહેલાં જ દિગ્દર્શક નાગ અશ્વિને દીપિકા સાથે કામ કરવાની તક મળી એ માટે કહ્યું હતું કે 'હું દીપિકાને આ પાત્ર ભજવતા નિહાળતા ખૂબ રોમાંચ અનુભવીશ. આ કંઇક એવું હશે કે દીપિકા આ પાત્ર ભજવશે એવું કોઇ એકટ્રેસે અત્યાર સુધી નહીં નિહાળ્યું હોય. દીપિકાનું પાત્ર બધાને ચોંકાવી દેશે. દીપિકા અને પ્રભાસની જોડી તેમના ફેન્સને બહુ પસંદ પડશે. અને આ ફિલ્મમાં પણ આ બે પાત્રની ફરતે જ આખી વાર્તા ઘૂમે છે. મને પૂરેપૂરી ખાતરી છે કે આ ફિલ્મ એક મોટો વિસ્ફોટ કરશે.
હવે જોવાનું એ રહે છે કે દીપિકા અને પ્રભાસની જોડી આ ફિલ્મમાં કેવો જાદુ દાખવે છે અને દર્શકો તથા ફેન્સનું દિલ બહેલાવે છે. દીપિકાએ લાંબા અરસાથી કોઇ હીટ ફિલ્મ નથી આપી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3opqnQo
ConversionConversion EmoticonEmoticon