મુંબઇ તા.24 ઓકટોબર 2020, શનિવાર
કોવિદ-૧૯ મહામારીનો મુકાબલો કરનારા દેશવાસીઓની સહાય અર્થે ઘણી સેલિબ્રિટીઝે છૂટે હાથે સહાય કરી છે, કોઇએ વડા પ્રધાનના સહાયકોષમાં ભંડોળ આપ્યું છે તો કોઇએ રાજ્ય સરકારોને સીધી સહાય કરી છે. કોઇકે વળી અન્ય સંસ્થાઓ થકી નાણાં આપ્યા છે. આ બધામાં શાહરૂખ પણ કંઇ પાછળ નથી રહ્યો. તેણે તેના એનજીઓ-મીર ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં છત્તીસગઢના કોવિદ-૧૯ મહામારી સામે લડી રહેલાઓ માટે ૨૦૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) આપી છે.
છત્તીસગઢના કેબિનેટ પ્રધાન ટી.એસ. સિંહદેવ ટ્વીટર કરી મેગાસ્ટારની ફ્રન્ટલાઇન વોરિયર્સ માટેની આ સહાયની સરાહના કરી છે. તેણે લખ્યું છે. અમારા અગ્રીમ હરોળના યોદ્ધા માટે પીપીઇ કિટ્સ આપી તેમના રક્ષણ માટે જે લાગણી દાખવી છે એ માટે હું મીરા ફાઉન્ડેશન અને તેમનો આભારી છું. આ શક્ય કહીને અમને વધુ નિકટતાથી જોડાયા એ માટે હું આભારી છું. તમારી આ કૃતજ્ઞાતાની વાતો સાભળી ઘણાં લોકો અમારા હેલ્થકેર હીરોને રક્ષવા માટે આગળ આવશે. તમે પ્રેરણારૂપ બની રહેશો.
કેબિનેટ પ્રધાનની આ ટ્વીટ વાંચી શાહરૂખ ખાને પ્રત્યુત્તરમાં ટ્વીટર કરી જણાવ્યું છે કે 'આ કટોકટીના કપરા કાળમાં આપણાં ભાઇઓ અને બહેનોને મદદરૂપ થવા અમે બધા જ અમારી ક્ષમતા મુજબ સહાય કરવા માટે પ્રયત્નશીલ છીએ. તમારી શુભેચ્છા માટે આભાર.
અગાઉ શાહરૂખ ખાન વડા પ્રધાન કેર્સ ફંડ ઉપરાંત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોને નાણાંકીય સહાય પણ પૂરી પાડી છે. આમ, શાહરૂખ ખાનનું આ પગલું તેના ફેન્સને ઘણું ગમી જશે, એમાં કોઇ શંકા નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jt6nsu
ConversionConversion EmoticonEmoticon