અંકિતા લોખંડે અને વિક્કી જૈનનો રોમેન્ટિક વીડિયો વાઇરલ થયો


મુંબઇ તા.24 ઓકટોબર 2020, શનિવાર

સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અકંતિ લોખંડે અને વિક્કી જૈન ઘણા સમયથી રિલેશન શિપમાં છે તેમના ફેન્સ બંનેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેક કરતા રહે છે. તાજેતરમાં જ અકંતિ અને વિક્કીનો એક સરસ વીડિયો તેની ફેન્સે શેર કર્યો છે, જેમાં બંનેની સુંદર કેમેસ્ટ્રી નજરે પડે છે. અંકિતાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'દિલ ઇબાદત...' ગીત ચાલી રહ્યું છે. હજું થોડા દિવસ પહેલા જ અકિતાએ કહ્યું હતું કે મેં અને સુશાંતે બંનેએ પોતાની લાઇફમાં મુવઓન કરી ચુક્યા છીએ. હું વિક્કી જૈનને ડેટ કરી રહી છું અને તેની સાથે ખુશખુશાલ છું.'

સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ પછી અંકિત અંદરથી સાવ ભાંગી પડી હતી. આ પછી અંકિતાના જીવનમાં વિક્કી આવ્યો અંકિતા અને વિક્કીની મુલાકાત એક કોમન-ફ્રેન્ડ થકી થઇ હતી. આ પછી તો બંને ઘણીવાર મળ્યા અને પછી એ બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટયા અને આજે બંને ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે.

આમ તો અંકિતા વિક્કી સાથેના તેના રોમેન્ટિક ફોટા શેર કરતી રહે છે અને બંને દરેક તહેવાર સાથે મળીને સેલિબ્રેટ કરતા હોય છે.

અંકિતાની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો હજું ગયા વર્ષે જ તેણે કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' થકી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ પછી અંકિતા 'બાગી-૩'માં નજરે પડી હતી. ફિલ્મમાં અંકિતા, ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા.

હાલમાં લોકડાઉનમાં અંકિતા તેના બોયફ્રેન્ડને ઘણો મીસ કરતી હતી. પણ વાઇરલ થયેલો વીડિયો બહુ જૂનો હોય એવું જણાતું નથી. આમ અંકિતા-વિક્કીના આ વિડીયોએ અત્યારે તે ઘણી ચકચાર જગાવી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TpBvhL
Previous
Next Post »