સમુદ્રને તરવા માટે જેવી રીતે નૌકા છે, તેમ આ સંસાર સમુદ્રને તરવાની નૌકા હરિકથા-હરિનામ છે. વાલ્મીકિજીએ આપણા પર દયા કરી આ હરિકથા-રામકથા- રૂપી નૌકાનું દાન કર્યું છે. આનંદ એ જો પરમાત્માનું સહજ સ્વરૂપ છે, તો આત્મા (જીવ)નું પણ એ જ સ્વરૂપ કહી શકાય. સુખ-દુઃખ એ આત્માના ધર્મ નથી. આત્મા એ સુખ-દુઃખથી લેપાતો નથી. જે આ સાચી રીતે સમજે છે તે સુખ-દુઃખને અસ્વાભાવિક સમજી તેની અસરથી દૂર રહે છે.
સુખ અને દુઃખ નિત્ય ટકતું નથી, બંને અનિત્ય અને ક્ષણભંગુર છે. નિત્ય એ માત્ર પરમાત્માનો સહજ-સ્વાભાવિક આનંદ છે. માટે સુખ-દુઃખની આળપંપાળ કરવી જોઈએ નહિ. જીવ પોતે પણ આનંદ-સ્વરૂપ હોવા છતાં પોતાની અંદર આનંદ શોધવાને બદલે, બહાર આનંદ ખોળે છે. એ માર ખાય છે, અને આનંદ પામી શક્તો નથી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mbA432
ConversionConversion EmoticonEmoticon