'હિય નિર્ગુણ- નયનનિ સગુણ'


આનંદ, ઇશ્વર, રામ, કૃષ્ણ એ બધાં એક ઇશ્વરનાં જ નામ છે.

સોનાની લગડીમાંથી એક મૂર્તિ બનાવી, તો મૂર્તિના હાથ,પગ,આંખ,મુખ- બધે સોનું જ છે, જેમ સોનું એક જ છે, અલગ નથી, તેવી રીતે ઇશ્વરનું સ્વરૂપ આનંદ-મય છે.

તુલસીદાસજીને કોઈએ પૂછયું કે ઇશ્વર સગુણ છે કે નિર્ગુણ ?

ત્યારે તુલસીદાસે જવાબ દીધો કે-'હિય નિર્ગુણ- નયનનિ સગુણ' (ઇશ્વર મારા હૈયામાં નિર્ગુણ- નિરાકાર છે, પણ મારી આંખોમાં સગુણ-સાકાર છે.) અંતર્યામી રૂપે પ્રભુ હૃદયમાં તો બેઠો છે, પણ તેનાથી આંખને સંતોષ થતો નથી. આંખને તો પ્રભુની રૂપ-માધુરી જુએ તો જ સંતોષ થાય, તૃપ્ત થાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34giiWb
Previous
Next Post »