રામકથાએ કોઈ ભૂતકાળની કથા જ છે એવું નથી.
રામાયણમાં વ્યક્ત થતી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે.
શ્રીરામ નિત્ય અને ચિરંતન છે. તુલસીદાસજીના શ્રીરામ એ કંઈ સામાન્ય મનુષ્ય નથી.
કારણકે સામાન્ય મનુષ્ય તો કાળના પ્રવાહમાં પુરાણો બની જાય છે, ને આજના પ્રશ્નોનું સમાધાન આપી શક્તો નથી. એટલે શ્રીરામ શાશ્વત છે, અને એમને આપેલાં સમસ્યાઓના સમાધાન પણ શાશ્વત છે. માટે રામાયણ એ આચરણનો ગ્રંથ છે.
રાવણ વધ પછી શ્રીશંકર, રામજીને મળવા આવે છે, ત્યારે કહે છે કે'મામ અભિરક્ષય' (મારું રક્ષણ કરો)
આ નવાઈની વાત છે, શ્રીશંકર વળી શી બાબતે રક્ષા માગે છે ? તો કહે છે કે - 'પ્રભુ તમે રાવણને માર્યો, પણ કામ, ક્રોધ, લોભ, મોહ- આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી ત્યાં સુધી સંસારમાં શાંતિ નથી.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IMt4uU
ConversionConversion EmoticonEmoticon