આ ગલા લેખમાં આપણે જોયું કે મનુષ્યોની સુખની વ્યાખ્યા ત્રણ પ્રકારે છે. જે તેમના પોતાના શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તર પર આધારિત છે. તે છે મોજમઝા (Pleasure) સંતોષ (Joy)અને નિજાનંદ (bliss) તેને અનુક્રમે તામસિક રાજસિક અને સાત્વિક સુખ કહી શકો. તમને જાણીને આશ્ચર્ય થશે કે માનવીના મગજમાં છૂટથી મળી આવતા ડોપામીન, સીરોટોનીન, Ach ઓક્સીટોસિન જેવા ન્યુરો ટ્રાન્સમીટર અને એન્ડોરફિન જેવા ન્યુરોપેપ્ટાઇડ (કેમિકલ) દ્વારા મગજની બધી મુખ્ય કાર્યવાહી થતી હોય છે. આપણી લાગણીઓ વિચારો વૃત્તિઓ, આ બધી મૂળત: રાસાયણિક પ્રક્રિયાઓ છે.
જે ક્ષણે ક્ષણે બદલાય છે. આથી સુખ, દુ:ખ, પ્રેમ, ઇર્ષા, કરુણા, ક્રોધ કે માનસિક બીમારીઓ જેવી કે ચિંતા (એન્ઝાયટી), હતાશા (ડિપ્રેશન) આ બધું જ રાસાયણિક છે. જે ઉપર જણાવેલા કેમિકલના વધઘટ કે અસંતુલનને લીધે છે. ન્યુરોસાયન્સમાં આ બધા ન્યુરોટ્રાન્સમીટર અને તેમની સર્કિટનો બહુ અદ્યતન મશીનો જેવા કે, fMRI, SPECT, PET દ્વારા તેમનો વિશિષ્ટ રીતે અભ્યાસ થઇ શકે છે અને માપી શકીએ છીએ. તો ચાલો આપણે સમજીએ સરળ ભાષામાં.
પ્રથમ મોજમઝા (pleasure) પ્રકારના સુખ વિશે જોઇએ. મોજમઝા (pleasure) એ શારીરિક સુખ છે, ઇન્દ્રિયજન્ય છે એને તામસિક સુખ કહી શકાય. માત્ર શારીરિક સ્તર પર જીવતાં મનુષ્યો ઇન્દ્રિયજન્ય મોજમઝાને જ સુખ માને છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો જેવાં કે ખાવુ-પીવું, હરવું-ફરવું તથા સંગીત, સુગંધ અને સાંસર્સિગ સુખ..
એ પ્રકારે મોજમઝા એ જ તેમનું સુખ. આવા મોજીલા લોકોના આવી પ્રક્રિયા દરમ્યાન fMRI અને SPECT ટેસ્ટ કરવામાં આવે તો તેમાં ઉપર ચિત્રમાં દર્શાવ્યા મુજબ મગજના મુખ્યત્વે વાદળી અને લાલ રંગનો ભાગ ક્રિયાશીલ થાય છે અને વાદળી ભાગ માટેનું મુખ્ય રસાયણ ડોપામીન છે અને લાલ રંગના ભાગનું રસાયણ સીરોટોનીન છે અને ચિત્રમાં બતાવ્યા છે તે ભાગ તેમની સરકીટ છે.
ડોપામીન એ Reward સરપાવનું રસાયણ છે. કોઈ પ્રક્રિયાનું ઇનામ-વળતર, ઉન્માદ (યુફોરીયા) અને તેની પાછળનું પ્રેરણાબળ ડોપામીન છે અને સીરોટોનીન આત્મવિશ્વાસ, આશા, મૂડ અને મિજાજ માટેનું રસાયણ છે. માણસને જ્યાં જ્યાંથી ઇન્દ્રિયજન્ય સુખ સરપાવ રૂપે મળે ત્યાં તે લાલસાપૂર્વક પહોંચી જાય છે. જેટલી જેટલીવાર તેની ઇચ્છાઓ પૂરી થાય તેટલું ક્ષણિક તેને સુખ લાગે, પરંતુ ઇચ્છાઓ તો અનંત છે ! રોજેરોજ ઇચ્છાઓ પૂરી થાય નહીં અને જેવી ઇચ્છાઓ સંતોષાવાની બંધ થાય એટલે આ ડોપામીન સીરોટોનીનની જોડી માણસમાં વધુ ઉત્કંઠા જગાવે છે. પીડા કરાવે છે, અને માણસને દુ:ખની અનુભૂતિ અપાવે છે. આ દુ:ખ પ્રથમ સાંપડેલા સુખ કરતાં વધુ માત્રામાં થાય છે. આમ આધુનિક વિજ્ઞાાન પણ શાસ્ત્રોની એ વાત સાથે સહમત થાય છે કે ઇન્દ્રિયજન્ય ભૌતિક સુખો ક્ષણિક સુખ આપે પણ અંતત: તેથી વધુને વધુ પીડા અને દુ:ખ જ આપતા હોય છે.
ડોપામીન સફરજન જેવાં ફળો, સૂકા મેવા, કૌંચા, દૂધ, ચીઝ, યોગાર્ટ, ચોકલેટ જેવા ખાદ્ય પદાર્થોમાંમાંથી પણ મળે છે. બહિર્મુખી પ્રતિભાવાળી વ્યક્તિઓએ ડોપામીનનો સ્ત્રાવ વિશેષ રહેલો હોય છે. કોકેઇન, મેથફેટા માઇન... જેવી નશીલા ડ્રગ્સમાંથી તે મળતું હોવાથી, ઉન્માદના કેફ માટે લોકો તેના બંધાણી થઇ જાય છે. આ બધી ડોપામીનની કરામ તો છે.
રજસ સ્તર પર સુખની પરિભાષા માટે સંતોષ (Joy) શબ્દ વાપરી શકાય. અગાઉના પ્રાણીસ્તરથી ઉપરનું અને થોડું લાંબુ ચાલતું આ માનવીય ખાસિયતવાળું સુખ છે. સફળતા, સમાજસેવા, સિધ્ધિ, ધનોપાર્જન કરવું, સન્માન-એવોર્ડ પ્રાપ્ત કરવા તથા વિશેષ તો સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી, નેતૃત્વ કરવું. આ બધું સંતોષજન્ય પ્રવૃત્તિની અંતર્ગત આવે તે આપણે આગલા અંકે જોયું. ન્યુરોસાયન્સની રીસર્ચ મુજબ આમાં મુખ્ય ન્યુરોટ્રાન્સમીટર રસાયણો છે Oxytocin, Vasopressin, Prolactin. સાથે ઇચ્છાપૂર્તિનાં રસાયણો ડોપામીન, સીરોટોનીન તો ખરા જ. અહીં ઇચ્છાઓ, તૃષ્ણાઓ છે, પરંતુ પ્રાણીસ્તરની નહિ થોડી સંવર્ધિત હોય છે. તે જીવનનો મકસદ પૂરો પાડે છે. લોકોને મદદ કરવાની ભાવના હોય છે. સાથે સાથે સામાજિક પ્રેમ, તાદાત્મ્ય, જોડાણ અને લાગણીનાં બંધનો આની ખાસિયત છે. અહંકારની પુષ્ટિ અને પરસ્પરનો વિશ્વાસ પણ કથિત રસાયણોનાં આવિર્ભાવનો ભાગ છે.
નિજાનંદનું એ સુખ જે ધ્યાન, પ્રાર્થના, સાધના, સ્વાધ્યાયમાંથી પ્રગટે તે જ પરમ સુખ છે
જોય: ઓક્સીટોસીન અને વેસોપ્રેસીનની સરકીટ
આ ચિત્રમાં સંતોષ (જોય)ના રસાયણો અને એની સરકીટ બતાવી છે. એક વાત આપણે સમજાવી જોઇએ કે માણસ ધન કમાય, એવોર્ડ સન્માન મેળવે, સમાજસેવા કરે કે રચનાત્મક સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે (દા.ત. સંગીતનું કે પુસ્તકનું ચિત્રનું સર્જન કરવું)... તે બધામાં તેને ખૂબ સંતોષ થાય... એ સ્વાભાવિક છે. આ પ્રકારનું સુખ, મોજ, મઝા સુખ કરતાં પ્રમાણમાં લાંબુ ચાલે, એ સમજી શકાય તેમ છે. રચનાત્મકતા, સર્જનાત્મકતા કે સન્માન વગેરેનું સુખ સ્વયંભૂ એટલે અંદરથી પણ પ્રગટે અને સાથે એને અભિવ્યક્તિ માટે બહારની દુનિયાની પણ તેટલી જ જરૂર પડે. દા.ત., કોઈ સુંદર ચિત્ર દોરે કે સુંદર સંગીત સર્જે... પણ તેને કોઈ બિરદાવવાવાળું જ ન હોય તો ? તો તેનો સંતોષ કેટલો ટકે ? તમારી સંપત્તિ, તમારા એવોર્ડ વગેરેને બહારની દુનિયાની સ્વીકૃતિની નોંધની જરૂર રહે છે. તેમાં અભિમાનની પુષ્ટિ થાય છે. લાગણી, વિશ્વાસ, પ્રેમ પણ બહારથી મેળવવાનાં હોય છે. એટલે અંશે એ પરાવલંબી છે. પાછા એ બધાં શાસ્વત તો નથી જ. સંપત્તિ, સન્માન આજે છે. અને કાલે ન પણ હોય કેમ કે તે નાશવંત છે. તેથી અંતે તો દુ:ખ જ આવીને ઊભું રહે.
તો પછી, કયું સુખ અત્યંત દીર્ઘજીવી કે શાશ્વત કે ઘનિષ્ટ છે? અધ્યાત્મ એનો જવાબ આપે છે, કે જે સુખ નિજમાંથી પ્રગટે, જે બહારની દુનિયા પર અવલંબે નહીં અને જેનો આંતરિક ઝરો ક્યારેય સૂકાય નહીં તે સુખ ઘનિષ્ઠ અને શાશ્વત છે. નિજાનંદનું એ સુખ જે ધ્યાન, પ્રાર્થના, તપ, સ્વાધ્યાય, સાધનામાંથી પ્રગટે, જે કરૂણારૂપે જગતના જીવો પ્રત્યે સમાનભાવે વહે અને નિ:સ્વાર્થ સેવા અને લોકકલ્યાણ દ્વારા ઉચ્ચ આધ્યાત્મિક વ્યક્તિઓને જે પ્રાપ્ત થાય તે જ પરમસુખ છે. સાચું સુખ છે. બહારની દુનિયાના યશ-અપયશ, સ્વીકૃતિની તેને કોઈ તમા નથી. અને ન્યુરોસાયન્સ આની પુષ્ટિ કરે છે. એન્ડોર્ફીન, એન્સેફિલિન એન્ડોકેનાબોઇડ્સ (આનંદામાઇડ), ગાબા... મુખ્યત્વે આ ચાર રસાયણો માણસને નિજાનંદ અને સાથે આંતરિક શાંતિ (ગાબા રસાયણ) આપે છે. સાચું નિજાનંદનું સુખ, એ હંમેશા શાંતિ પણ આપે જ. કોઈ આ સુખ ઝૂંટવી શકે નહિ. ગાબા એ શાંતિનું તો એન્ડોર્ફીન એ પીડાશામક તત્ત્વ છે, જે મગજની પીચ્યુટરી-હાયપોથેલેમસ અને નજીકના ભાગમાંથી સ્ત્રવે છે. પીડાનું શમન અને આનંદની અનુભૂતિ તેનો જોડીદાર હોર્મોન છે એન્ડોકેનાબોઇડ... લાંબી દોડ કે કસરત દરમ્યાન આપણને જે આનંદની અનુભૂતિ થાય છે તે એન્ડોકેનાબોઇડ. (ક્રમશ:)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mtNbg5
ConversionConversion EmoticonEmoticon