રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ હોય છે. વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ અને કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે.
સામાન્ય પત્તાની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વોન્ડસ, સ્વોડર્સ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે. મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રીસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
- ઈન્દ્રમંત્રી
મેષ (અ. લ. ઇ. )
Eight of Swords - એઈટ ઓફ સ્વૉર્ડસનું કાર્ડ તમારા વિચારોમાં પરિવર્તન લાવવું અનિવાર્ય હોવાનું સૂચવી જાય છે. તમારી વર્તમાન વિચારસરણીને વળગી રહેવામાં નુકશાન થશે. આકસ્મિક મુસાફરીનો યોગ ઉદ્ભવશે. સ્થાન પરિવર્તન માટે નિર્ણય કરી શકશો. તા. ૩૦, ૩૧, ૧ શુભ.
વૃષભ (બ. વ. ઉ.)
The Chariot - ધ શૅરીઓટનું કાર્ડ તમે નક્કી કરેલા કાર્યોમાં ધીમે ધીમે સફળતા મેળવી શકવાનું અને આયોજન પ્રમાણે કામ થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૮, ૨૯, ૨, ૩ શુભ.
મિથુન (ક. છ. ઘ.)
The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારા માટે પ્રગતિકારક હોવાનું સૂચવી જાય છે. તમારા સન્માનમાં વધારો થશે. તમારા કાર્યક્ષેત્રે લાભદાયક ફેરફારો આવશે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧ શુભ.
કર્ક (ડ. હ.)
Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટના બનવાનું સૂચવે છે. કોઈ મહત્વનાં કાર્યોમાં અવરોધ હોય તો દૂર થશે. ભાગ્ય પરિવર્તનની દ્રષ્ટિએ વર્તમાન સમય ભવિષ્યના કાર્યોનું સરસ આયોજન કરાવશે. તા. ૩૧, ૧, ૨, ૩ શુભ.
સિંહ (મ. ટ.)
Six of Swords - સીક્સ ઓફ સ્વોર્ડસનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન તમે જે ફેરફારો કરવા ઇચ્છી રહ્યા હો તેમાં ઊતાવળા ન બનવા સૂચવી જાય છે. આરોગ્ય બાબત કાળજી રાખવી. ધાર્મિક યાત્રા થશે. તા. ૨, ૩ શુભ.
કન્યા (પ. ઠ. ણ.)
Seven of Wands - સેવન ઓફ વૉન્ડસનું કાર્ડ વધુ પડતી દોડાદોડી કૌટુંબિક કારણોસર રહેવાનું સૂચવી જાય છે. સ્વજનો અને મિત્રોને મળવાનું થશે. કોઇપણ કાર્યમાં ઉતાવળા ન બનવું અન્યથા અવરોધ સર્જાશે. તા. ૨૮, ૨૯ શુભ.
તુલા (ર. ત.)
Justice - જસ્ટીસનું કાર્ડ તમારા નિર્ણયોને પ્રાથમિકતા આપી નોંધપાત્ર કાર્યો કરવા સૂચવી જાય છે. અગત્યના સમાચાર આનંદમાં વધારો કરશે અને કોઈ કાર્યમાં વિલંબ થઇ રહ્યો હશે તેનો ઊકેલ મળશે. મિત્રો સાથે મુલાકાત થશે. તા. ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧ શુભ.
વૃશ્ચિક (ન. ય.)
Star - સ્ટારનું કાર્ડ તમે કુદરતને માનવા તૈયાર થઈ શકો તેવો એકાદ આશ્ચર્યજનક બનાવ બનવાનું સૂચવી જાય છે. તમારા માન-સન્માનમાં વધારો થશે. પરદેશગમન અંગે તૈયારી કરી રહેલી વ્યક્તિઓ માટે સરળતા રહેશે. તા. ૩૧, ૧, ૨, ૩ શુભ.
મકર (ખ. જ.)
Seven of Cups - સેવન ઓફ કપ્સનું કાર્ડ કોઇ કાર્યને લઈ તમારા મનમાં ર્દ્વિંા રહેશે તથા ચોક્કસ નિર્ણય લઈ શકશો નહિ. અવિવાહિત વ્યક્તિઓએ પસંદગીમાં બાંધછોડ ન કરવા સૂચવી જાય છે. ઊતાવળિયા નિર્ણયો નુકશાનકારક નીવડી શકે. તા. ૨૮, ૨૯ શુભ.
ધન (ભ. ધ. ફ. ઢ.)
The Hanged Man- ધ હેગમેનનું કાર્ડ તમને યાદ અપાવે છે કે મહત્ત્વનાં કાર્યોને થોડા સમય માટે બાજુ પર રાખી આરામ સાથે તમારું ધ્યાન બીજી બાબતો પર રાખી આરામ સાથે તમારું ધ્યાન બીજી બાબતો તરફ ખરીદી અંગે ખર્ચ થશે. સ્થાન પરિવર્તન માટે નિર્ણય લઈ શકશો નહિ. તા. ૨, ૩, શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.)
Queen of Cups - ક્વીન ઓફ કપ્સનું કાર્ડ વધુ પડતા લાગણીશીલ બની કોઇ નિર્ણય ન લેવા સૂચવે છે. કૌટુંબિક બાબતો અગત્યની બનશે. સંતાનોના વિવાહ-લગ્ન કે વધુ અભ્યાસ માટે નિર્ણય લેવાનો આવશે. ટુંકી મુસાફરી થશે. તા. ૩૧, ૧ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.)
The High Priestess ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ આધ્યાત્મિક બાબતો તરફ તમારી રૂચિ વધતા તમારા ગુરુ સાથે આ અંગે વાર્તાલાપ થઇ શકશે. તમારા વિચારોમાં પરિવર્તન આવશે. સંતાનોનો સહકાર મેળવી શકશો. તા. ૨૮, ૨૯, ૩૦, ૨, ૩ શુભ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mrqPMb
ConversionConversion EmoticonEmoticon