''આ તમારા પહેલાં અને પછી જેવા નિયમો અમને બાળકોને સમજાતા જ નથી.''
''દાદાજી, હવે પરસાદ મળશે ને ?''
''પ્રસાદ કહે નાનીયા.''
''પરસાદ ને પ્રસાદ, બધું એક જ ને.''
''ના, જરાય એક નહિ. એક ગામડિયું લાગે, બીજું ચોકખું લાગે આપણે ભણતરની રીતે બોલવું જોઈએ નાનીયા...''
''તો પછી આપણે વરસાદને વૃસાદ કહીશું - દાદાજી ?''
''ના.''
''આ તમારૂં ભણતરે ખરૂં છે. કૃષ્ણનું કરસન કરી દો તે ચાલે અને બ્રહ્માનું બરમા કરીએ તે ન ચાલે.''
''ન જ ચાલે નાનીયા. બોલવામાં જેટલાં ચોકખા રહીએ...''
''તો પછી હુરત જવું જ નહિ''
''સુરતમાં જન્મીને ય નર્મદ બની શકાય, - નાનીયા.''
''ઠીક ચાલો દાદાજી હું તમારી વાર માનતો છઉં, બસ ! પણ પરસાદ, ઊંહ, પ્રસાદ ક્યારે મળશે ?
''આરતી પછી.''
''હંમેશા આરતી પછી જ પ્રસાદ
મળે ?''
એવું કેમ, દાદાજી ?''
''એવો નિયમ.''
''પણ પ્ર-પ્રસાદ તો ખાવાનો જ છે ને ? પહેલાં ખાવ કે પછી, એથી શો ફેર પડવાનો છે ?''
''ફેર પડે છે, નાનીયા. તું સ્નાન કરતાં પહેલાં ભોજન કરે છે ?''
''ચા તો પીઉં છું.''
''તે પણ દાંતણ પછી જ.''
''આ તમારા પહેલાં અને પછી જેવા નિયમો અમને બાળકોને સમજાતા જ નથી.''
''સમજવા રહ્યા, નાનીયા...''
''ક્યા અમ્પાયર હાથ આડો કરી રાખે છે ?''
''જે બેટ્સમેનને તૈયાર થવાની તક આપે છે.''
''તે સિવાય બોલર બોલ નાખી દે તો ?''
''અમ્પાયર તરત નો-બોલ જાહેર કરી દે.''
''અહીં આરતી પહેલાં પ્રસાદ ખાઈ લઈએ તો કયો અમ્પાયર નો-બોલ જાહેર કરવાનો છે ?''
''ક્રિકેટની જેમ કથામાં પણ ત્રણ અમ્પાયરો હોય છે નાનીયા. એક અમ્પાયર પંડિત, બીજા પરમેશ્વર, ત્રીજા યજમાની.''
''ક્રિકેટમાં તો હવે ચાર અમ્પાયરો હોય છે દાદાજી, અહીં ચોથો અમ્પાયર ખરો ?''
''આરતી પછી પ્રસાદ વહેંચનાર...''
''પણ દાદા, બધાં પ્રસાદ ખાવા જ આવે છે ને ?
પ્રસાદ પહેલાં જ વહેંચી દે તો શો વાંધો ?''
''તો તો નાનીયા, કથા જ ન રહે, પ્રસાદ લઈ-લઈને બધાં જતાં જ રહે. દુનિયા આખી - તારી જેમ પરસાદિયા ભગતોથી જ ભરેલી છે...''
''એ...ઈ ! તમે ય પરસાદ બોલ્યા કે નહિ, દાદાજી ?તમે બધાં મોટ્ટાઓ ખોટ્ટાઓ જ હોવ છો. બીજા કોઈ પરસાદ બોલે તો કહે કે પ્રસાદ બોલ. અને પોતે પરસાદ બોલે તો કંઈ નહિ ! તમારો સાદ, સાદ મોટ્ટાઓ, અને બીજાનો વૃંસાદ.''
''લે પ્રસાદ આવ્યો નાનીયા, ચાલ હાથ ધર.''
''મારે ત્રણ વખત હાથ ધરવા પડશે દાદાજી...
''કેમ, કેમ ?''
''આની આ જ કથા હું ત્રીજી વખત સાંભળું છું ને, એટલે !''
નાનીયાની (નાદાન) કવિતા !
પ્રસાદ પહેલાં આરતી !
શી જરૂર છે, એની ?
વૃષાદ પહેલાં અગન-ધરતી ?
શી જરૂર છે, એની ?
સરકીટફિકેટ પહેલાં પરીક્ષા !
શી જરૂર છે એની ?
ઈબોલા, પહેલાં ટાઉયો તાવ !
શી જરૂર છે એની ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dTy5gX
ConversionConversion EmoticonEmoticon