વા હન અહીં પાર્ક કરો : માતા અંબા અને માતા દુર્ગા પોતપોતાના વાહન પર આવી ગયાં અંબામાનું વાહન વાઘ દુર્ગામાનું વાહન સિંહ.
હવે એ વાહનને પાર્ક કરવા ક્યાં ?
અંદર ગરબા શરૂ થઇ ગયા હતાં. ગરબે જવાનું મોડું થતું હતું. ચારે બાજુ સાયકલ, સ્કૂટર, બાઈક, મોટરો ગોઠવાયેલી હતી. પાકગ લોટમાં ક્યાંય જગા જ ન હતી.
અંબામાએ પોતાના વાઘને કહ્યું : 'જગા શોધીને પાર્ક થઇ જા. પોલીસ સાથે લડતો નહિ.'
દુર્ગા માતાએ પોતાના વાહન સિંહને કહ્યું : 'ચોકીદાર સામે જંગે ચઢતો નહિ. કોઇક અનુકૂળ વાહન પાછળ છૂપાઈ જા.'
બન્ને માતાઓ ગરબે દોડી ગઈ. જોડાઈ ગઈ વર્તુળમાં. માતા પ્રત્યક્ષ હોવાથી ગરબો ચગ્યો. સમયનું ભાન રહ્યું નહિ. ખૂબ ઘૂમી માતાઓ. ખૂબ ઝૂમી. મધરાત થઈ. સરકારી સાયરન-સિસોટી વાગી. સવાર સુધી ગરબાના જમાના હવે રહ્યા ન હતા. હવે તો સરકાર કહે તે જ, તેવા જ, તેટલા જ, ગરબા ગાવાના. જો ગરબામાં માતાને બદલે સરકારના ગરબા ગવાય તો સરકારને જરૂર ગમે. તેમ જ થતું હતું. થયું જ. પણ જેવા ગરબા પૂરા થયા કે સહુ ગરબીઓ પોતપોતાના વાહન લઇને ચાલતી થઈ. ગરબાઘેલા ઘેલુભાઈઓએ પણ પોતાના વાહન શોધી કાઢયા.
પણ ખરેખરી માતાઓનેપોતાના વાહન ન જડયા. ક્યાં ગયા હશે વાઘ ને સિંહ ? શું પોલીસવાન તેમને ટો કરી ગઈ હશે ?
માતા અંબા કહે : 'એના કરતાં આપણે આપણાં વાહન સાથે જ ગરબા ગાવા જેવા હતા.'
માતા દુર્ગા કહે : 'બધી માતાઓ એ રીતે પોતપોતાના વાહન પર વિરાજીને ગરબે ઘૂમે તો મઝા જ મઝા જ આવી
જાય !'
પણ અત્યારે હવે આપણા વાહનોને શોધવા ક્યાં ?
ત્યાં ઉત્તરની સરહદ પરથી વાઘની ડણક સંભળાઈ. એ સિંહની ગૌરવવંતી ગર્જના ગાજી રહી.
અંબા કહે : 'અરે, આપણાં વાહનો સરહદે પહોંચી ગયા કે શું ?'
દુર્ગા કહે : 'હા, એમ જ લાગે છે. મારી દિવ્ય દ્રષ્ટિથી હું મારા સિંહને જોઈ શકું છું.'
બંને માતાઓએ મોબાઈલવાણીમાં પોતપોતાના વાહનોને પૂછયું : 'અરે, ત્યાં શું કરો છો ? સીમા પર ગરબા ગાવ છો ?'
વાઘ કહે : 'માતાજી, અમે તમારૂં જ કામ કરીએ છીએ. સીમાની અંદર ઘૂસી આવતાં આતંકી રાક્ષસોને ભગાડીએ છીએ.'
સિંહ કહે : 'ભગાડતાં જ નથી, મારીએ છીેએ. માતાજી તમે જ શીખવ્યું છે કે રાક્ષસોને મારો. તમે મહિષાસુરને માર્યો અમે આ આતંકી દાનવોનો સંહાર કરીએ છીએ.'
બંને માતાઓ રાજી થઈ. પોતપોતાના વાહનોને ધન્યવાદ આપ્યા. તેમને બોલાવી લીધા. પણ આવતાં પહેલાં વાઘ અને સિંહ ભારતીય ચોકીદારોમાં પોતાના આત્મા મૂકી આવ્યા. પોતાના જોશ જુસ્સો ગુસ્સો ઘૂરકાટ બધું જ અર્પણ કરી આવ્યાં.
ચતુર ચોક્કસ ચાનકવીર ચોકીદાર સૈનિકો અત્યારે સરહદ પર ગરબે ચઢયા હતા :
ભાગજે આતંકવાદી અમે વાઘ છીએ
ભાગ જે આત્મઘાતી અમે સિંહ છીએ
દૂર રહેજે ઓ ત્રાસવાદી અમે જાગૃત છીએ.
ભાગ જે ઓ ઘાતવાદી અમે આઘાત છીએ.
બંને માતાઓ પોતપોતાના વાહન પર બિરાજીને નીજધામ જતી હતી ત્યારે તે અને તેમના વાહનો ખુશ હતા. પોતે તો પોતે પણ પોતાના વાહનોએ પણ દાનવોનો દાટ વાળવાનું કેવું રાષ્ટ્રીય કાર્ય પાર પાડયું હતું. !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35vpCMW
ConversionConversion EmoticonEmoticon