વ્રજમાં ઠાકોરજીએ અદ્ભુત રાસ ખેલી ગોપીઓનો પ્રેમનો અદ્ભુત મહિમા વધાયો છે. ગોપી પ્રેમની ધ્વજા છે તેનો પ્રેમ નિષ્કામ છે. જે પ્રેમમાં સ્વાર્થ ન હોય તેને પ્રભુ બાંકે, બિહારી મળે.
વિશ્વને 'ગોપીગીત' આપનાર ગોપીઓ પ્રભુને મેળવવા કેવો વિરહ કરવો પડે છે. તે બતાવ્યું છે. પ્રભુએ વ્રજમાં રાસ ખેલી ગોપીઓને 'અલૌકીક સુખ આપ્યું છે. અદ્ભુત રાસ જોવા સ્વર્ગમાંથી દેવો આવ્યા હતા. રાસલીલાએ શુધ્ધ આત્મા અને પ્રભુ સાથેનું દિવ્ય મિલન છે. શ્રીમદ ભાગવતનો દ્શમ સ્કંધ શ્રીજીબાવાનું હૃદય છે. 'રાસલીલા' તેનો પ્રાણ છે.
પૂનમે ચંદ્ર, સોળે કળાએ ખીલેલ હોય છે. તેની શીતલ ચંદ્રની આરોગ્ય, વર્ધક છે. પૂનમે જે દુધ પૌંઆ ખાયતેનું આરોગ્ય સુધરે. જે શરદને સાચવે તેને માંદગી ન આવે. શરદઋતુમાં આમ્લ રસ પેદા થાય છે. કફ પિત્ત સુકા ઉધરસ પણ થાય, આ પિતનો દુધ પૌંઆ નાશ કરે છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ પૂનમે ચંદ્ર પૃથ્વીની વધુમાં વધુ નજદીક હોય છે. શરદઋતુમાં દૂધ-સાકર મિશ્રીત ખીર સર્વોત્તમ આહાર છે.
નાથદ્વારામાં ઠાકોરજીની સફેદ-પૌઆ દૂધ ચાંદીના વાસણોમાં પ્રભુને આરોગવાય છે. શરદ પૂનમે ઠાકોરજીના પ્રેમની અદ્ભુત કસોટી કરી છે,' ગોપીગીત' પ્રેમની પરાકાષ્ટા દર્શાવે છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરી સ્વધામ પધાર્યા ત્યારે પ્રભુએ પોતાનું સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાં પધરાવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓને શરદ પૂનમે રાસલીલા આપવાનું વચન આપ્યું હતું.શરદ પૂનમે અગિયાર વર્ષ અને બાવન દિવસના કૃષ્ણ વ્રજની ગોપીઓ સાથે રાસ ખેલ્યા. આ રાસ અદ્ભુત હતો કે ખુદનારદજીએ બ્રહ્માને કહ્યું કે મને ગોપી બનાવો મારે રાસ ખેલવો છે.
શરદપૂનમ એટલે પ્રભુસાથે રાસ ખેલવાની રાત્રી 'રાસલીલા એટલે ગોપીજનોના પ્રેમની દિવ્ય કસોટી રાસ લીલાએ ગોપી અને કૃષ્ણનો શુધ્ધ ભાવ છે. રાસ લીલા એ કામ વિજય લીલા છે એટલે પ્રભુ મદન મોહન કહેવાયા.
દુધ પૌંઆએ રાસલીલાનો પ્રસાદ છે.
- બંસીલાલ જી.શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HJuypF
ConversionConversion EmoticonEmoticon