બલિરાજાએ વ્રત લીધુ જે માગે તે આપતો રાજયમાં જીવહિંસા અગમ્યા ગમન ચોરી વિશ્વાસઘાત મનસ્પાન આપાચને મહાપાપ ગણતો સર્વત્ર દયાદાનને ઉત્સવ પ્રવર્તતા હતા.
શ્રી કૃષ્ણને ત્રણ અહોરાત્રનો તહેવાર નક્કી કર્યો એને આપણે દિવાળી કહીયે બલિરાજાના રાજ્યમા અધિકાર ન હતો વ્યાજ ન હતુ બધા જ પ્રેમથી રહેતા.
દિવાળી આવે એટલે લોકો કાદવ કિચડને ગંદકી કાઢી નાખતા. જ્યા અંધારુ હોય ત્યાં દિવડા પ્રગટાવવો. ધુપ કરવો સાંજની શોભા સુંદર હોય, સુંગધી ધુપ દિવડા પુષ્પપત્રની સુંદરતા ભેગી કરવી લોકો બલિરાજાનુ સ્મરણ કરતા ચિત્ર વિચિત્ર વિવિધ સાથિયા પૂરે સફેદ ચોખા ગોઠવી જાતજાતના સુંદર ચિત્ર દોરે ગાય બળદ પશુઓને શણગારે તેમનુ સરઘસ કાઢે સુગધીદત નાખી નાહવુ. મિષ્ઠાન ભોજન બનાવવુ, મંદિરે જવુ, ગરીબોને દાન આપવું, મીષ્ઠાન આપી એકબીજાનો ભાઈચારો કાયમ કરવો. સત્યભામાએ શ્રીકૃષ્ણની મદદથી નરકાસુરનો વધ કર્યો ને સોળ હજાર કન્યાઓને મુક્ત કરી.
દિવાળીના પછી નવું વર્ષ આવે નવુ અનાજ ઘરમા ભરે વેદકાળથી આજસુધી હિદુ ઘરોમા આ નવો વિધિ શ્રધ્ધા પૂર્વક પાડવાનો રિવાજ છે. કડવા રસનો ચાખવાનો રિવાજ છે. આ મહારાષ્ટ્રનો રિવાજ છે.
દિવાળી એ દિવા પ્રગટાવવાનો તહેવાર તેમજ બધી જ કડવાશ મનમાંથી કાઢી નાખવાનું પર્વ છે.
- રવિન્દ્ર પી. પાનવાલા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jDzFVt
ConversionConversion EmoticonEmoticon