બોક્સ ઓફિસ જ સર્વસ્વ : કૃણાલ ખેમુ


છેલ્લાં કેટલાંક મહિનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કામગીરી તપાસ હેઠળથી પસાર થઇ રહી છે. અહીં રમવાનું મેદાન સમાંતર સ્તરનું નથી, એમ કહી અભિનેતા કૃણાલ ખેમુ ઉમેરે છે, 'કમનસીબે, બોલીવૂડમાં બધુ જ બોક્સ ઓફિસ પાસે આવીને જ ઉકળે છે.'

'ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બિઝનેશ મોડેલ સ્થાપિત થયેલું છે અને તે એક છે, જે બોક્સ ઓફિસ પર દોડતું મોડેલ બોક્સ ઓફિસ જ સર્વસ્વ છે, અને એ જ બધુ નક્કી કરે છે. બિઝનેશની તરથી માંડીને ટેલેન્ટ અને કન્ટેન્ટ-બધું જ બોક્સ-ઓફિસ પર આધાર રાખે છે. કેટલીકવાર તો શુક્રવારે ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળે છે  અને એ મછી બધુ જ એક વ્યક્તિમાં સમેટાઇ જાય છે, જે ફિલ્મને  બેકિંગ કરતો હોય, એમ કૃણાલ ખેમુએ ઉમેર્યું હતું.

તેમે એ સ્વીકાર્યું હતું કે ઇન્ડસ્ટ્રીની નિષ્ફળતાનું મોટું કારણ તો એકટરને એવું લાગવા માંડે કે બધી સમસ્યાનો પ્રારંભ ક્યાંથી શરૂ થાય છે,  તે જ છે. 'આવું ક્યાં બને છે જ્યાં મુદ્રા ખોટા હોય, બનાવટી હોય સાથે જ ટેલેન્ટને કાટ લાગે છે જ્યાં એની પાછળએ ટેકારૂપ બનીનેઉભી હોય છે, જે આગળ વધીને ફેવરેટિઝન અને ગ્રુપીઝમ ભણી દોરી જાય છે. આ બધુ જ એક મોટા છત્ર હેઠળ આવે છે, જેને નેપોટિઝમ કહે છે,' એવું તેણે  સ્પષ્ટ કર્યું છે.

આમ છતાં કૃણાલ ખેમુએ એ નોંધ્યું છે કે બધુ જ પ્રોબ્લેમ કંઇ તેની સાથે સંકળાયેલા નથી કેમ કે ઇન્ડસ્ટ્રી એ કોઇ એકમાત્ર ડિપાર્ટમેન્ટ છે, આ એક ઇકો-સિસ્ટમ છે ફિલ્મની એક આંતરિક પ્રક્રિયા હોય છે. જેનો પ્રારંભનિર્માતા અને દિગ્દર્શકો પાસેથી થાય છે અને એ પછી તે માર્કેટિંગ પ્રમોશન, ડિસ્ટ્રીબ્યુશન અને છેવટે એક્ઝિબિશન સુધી પહોંચે છે, જે ફિલ્મ કેવા પ્રકારનું પ્રદર્શન કરશે, એ દાખવે છે જો અહીં ગળાકાપ સ્પર્ધા હોય તો તમે ફિલ્મને રિલિઝ પણ નહીં કરી શકો.' એમ ખેમુએ જણાવ્યું હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આત્મનિરીક્ષણ કરવાની તાતી જરૂર છે એવું આ અભિનેતા માને છે 'આ ઇકોસિસ્ટમમાં જે કોઇ હિસ્સો હોય છે બધા જ આ માટે જવાબદાર છે આપણે બધાએ સ્ક્રૂને ટાઇટ કરવાની જરૂર છે હું સહમત થાઉ છું કે આ બધુ કરી શકાય કે થઇ શકે એમ નથી, કારણ કે આપણે કામગીરીના માર્ગમાં થોડા વધુ જવાબદાર બનવાની જરૂર છે,' એમ કૃણાલે સમાપન કરતાં કહે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oPbc3g
Previous
Next Post »