બોલીવૂડ સ્ટાર્સનું ફેન્સથી ઘેરાયેલું રહેવું એ સામાન્ય છે. પોતાના ફેવરિટ એકટર્સો પ્રત્યે દીવાનગી દાખવવાની કોઇ તક તેઓ છોડતા નથી હોતા. પરંતુ એવા ઘણા કલાકારો એવા છે, જેમણે પોતાના ચાહકો સાથે જ પ્રભુતામાં પગલા માંડયા છે.
દિલીપ કુમાર-સાયરાબાનો
દિલીપ કુમાર અને સાયરાબાનોની જોડી બોલીવૂડની ખૂબસૂરત જોડીઓમાંની એક છે. સાયરા નાનપણથી જ દિલીપ કુમારની ફેન હતી. ૧૨ વરસની વયે દિલીપ કુમારને પોતાના સ્વપ્નના માણિગર તરીકે જોતીહતી. રાજેન્દ્ર કુમાર સાથે લગ્ન કરવાની જીદ પર ચડેલી સાયરાએ પોતાનો નિર્ણય ત્યારે જ બદલવા તેણે એક શરત રાખી હતી. જેમાં દિલીપ કુમાર તેની સાથે લગ્ન કરવા રાજી થાય. પરિણામે ૪૪ વરસના દિલીપકુમારે ૨૨ વરસની સાયરાની જિદ પાસે ઝુકવું પડયું હતું.
રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયા
રાજેશ ખન્નાનો મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં સિતારો ચમકતો હતો એ સમયની વાત છે. ત્યારે ડિમ્પલ કાપડિયાએ બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. ડિમ્પલ શાળાના દિવસોથી જ રાજેશ ખન્નાની ફેન હતી.તે પોતાના ક્લાસ બંક કરીને રાજેશ ખન્નાની ફિલ્ જોવા જતી હતી. તે ૧૬ વરસની હતી ત્યારે તેણે રાજેશ ખન્ના સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો. તેની અને રાજેશ ખન્નાની વય વચ્ચે ૧૫ વરસનો ખાસ્સો ફરક હતો. ડિમ્પલે પોતાના કરતા ૧૫ વરસ મોટા પુરુષ સાથે લગ્ન કરવાથી લોકો અચરજ પામ્યા હતા.સૌથી રસપ્રદ વાત એ છે કે ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા ત્યારે તેની પ્રથમ ફિલ્મ બોબી રિલીઝ પણ નહોતી થઇ.
મુમતાઝ-મયૂર માધવાની
૬૦-૭૦ દાયકામાં મુમતાઝ મનોરંજન ઇન્ડસ્ટ્રીની ટોચની અભઇનેત્રી મનાતી હતી. મુમતાઝે શશિ કપૂરની લગ્નની પ્રપોઝલને પણ ઠુકરાવી દીધી હતી. તેણે મયૂર માધવાનીને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે વિદેશમાં સેટલ હતા અને મુમતાઝનો ફેન હતો. બન્નેએ ૨૯ માર્ચ ૧૯૭૪ના લગ્ન કર્યા હતા.
જિતેન્દ્ર - શોભા કપૂર
પોતાના ડાસિંગ મૂવ્સ અન ેચાર્મિંગ પર્સનાલિટીથી જિતેન્દ્ર અનેક દિલો પર રાજ કરતો હતો. શોભા બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસની નોકરી કરતી હતી અને જિતેન્દ્રની ખાસ ફેન હતી. જિતેન્દ્ર અને શોભા વચ્ચે પ્રેમ થતાં તબન્ને ૧૯૭૪માં લગ્ન કરી લીધા.
શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા
શિલ્રા શેટ્ટી અને રાજ કુન્દ્રા પતિ-પત્ની બન્યા એ પહેલા રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટેનો ફેન હતો અને શિલ્પા સાથે લગ્ન કરવાના શમણાં જોતો હતો. એક પરફ્યુમ બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બન્નેની મુલાકાત લંડનમાં થઇ હતી એ પછી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને લગ્ન કરી લીધા.
વિવેક ઓબેરોય-પ્રિયંકા અલ્વા
વિવેક ઓબેરોયના જીવનમાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા હતા. પ્રિયંકા આલ્વા તેની ફેન હતી.વિવેક પર તેનો ક્રશ હતો.જોકે બન્નેના લગ્ન અરેન્જ મેરેજ હતા.
એશા દેઓલ-ભરત તખ્તાની
જીવન સાથી બનતા પહેલા ભરત તખ્તાની એશાનો ફેન હતો. ભરત અને એશા એકબીજાને શાળાના દિવસોથી જ ઓળખતા હતા. એ દિવસોમાં ભરતને એશા બહુ પસંદ હતી. જોકે પછીથી બન્ને પોતાની કારકિર્દીમાં વ્યસ્ત થઇ ગયા. એસા હોલીવૂડ સ્ટાર બની ત્યારે ભરતનું દિલ ભંગ થઇ ગયું હતું. જોકે તેણે હાર ન માનતા એસાને પ્રપોઝ કરી દીધું અને બન્નેએ લગ્ન કરી લીધા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37PzR1v
ConversionConversion EmoticonEmoticon