- ધન સાધન છે, સાધ્ય નથી. સંપત્તીમાં શાંતિ નથી. સંપત્તી ડાયવર્ઝન છે. હાઈવે નથી. જીવનનો મુખ્ય ઉદ્દેશ ધન પ્રાપ્તિ નહિ, પરંતુ પ્રભુ પ્રાપ્તિ હોવો જોઇએ.
- ધર્મ-જગતે હસતા રહેવું. હસતા રહેવાથી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઇ જાય છે. હાસ્યમાં આટલી તાકાત છે.
- ભોજન કરો, થોડો સમય ચાલે, ફરી ભુખ લાગે ને જમવું પડે. ભોજન લેવું પડે તેમ ભજન પણ કરવું ન પડે. ભોજન શરિરનો ખોરાક છે. ભજન આત્માનો ખોરાક છે.
- દુઃખ માણસને વિનમ્ર બનાવે છે. માટે જીવનમાં દુઃખ આવી પડે તો કોઈ પાસે દુઃખ ગાતા નહિ, 'હાય અમો દુઃખી થઈ ગયા' પણ જીવનમાં દુઃખ આવે તો તેનો સહજ સ્વીકાર કરવો.
- પડવું એ ભૂલ નથી, લપસી પડવું એ ભૂલ છે. અભિમાન, નિંદા, આશક્તિ, કે ધન-દોલતનાં ગર્વમાં લપસી ન પડાય તેનું ધ્યાન રાખવું.
- આપણે આપણને જ જાણ્યા નથી ત્યારે બીજા માટે અભિપ્રાય શું કામ આપવો જોઇએ ? કોઈ વિષે તુરતમાં અભિપ્રાય ન આપવો.
- મન ખીલે બંધાણું નથી તેથી ભટકે છે. બહુ જાગ્યા, અભ્યાસ જાગી ગયો, પછી ભટકવું નહિ પડે, મન શાંત થશે પછી ભટકાવ બંધ થઈ જશે.
- I LOVE YOU આમાંથી આઈ એટલે હું અને યુ એટલે કે તું, આ બે શબ્દો હું અને તું નીકળી જાય પછી જે રહે તે લવ અર્થાત પ્રેમ. આ પ્રેમ પરમ તત્ત્વ છે. જ્યાં સુધી I and Youસાથે છે ત્યાં સુધી પરમની પ્રાપ્તી શક્ય નથી.
- સાધક એ કહેવાય જે કોઇને બાધક ન બને.
- સ્માઇલ કોઈપણને માઇલ્ડ કરી શકે, હાસ્યની આટલી તાકાત છે.
- જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિને ગળી જવી તેનું નામ જ વિષપાન.
- સંસ્કારને આવતાય પેઢીયું લાગે, ને જાતાય પેઢીયું લાગે.
- ઇશ્વરકૃપાની પાલખીમાં બેસે તેને થાક ન લાગે.
- જીવનનો અર્થ શું છે ? જીવન ક્યારે મલ્યું કહેવાય ? જીવનમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે, આ જગત પાસેથી કાંઈ અપેક્ષા નથી. આને જીવનનો ઓડકાર કહેવાય.
(પૂ. મોરારીબાપુની રામકથામાંથી)
સંકલન : ધનજીભાઈ નડીઆપરા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TgutvK
ConversionConversion EmoticonEmoticon