વીંટી શોધ્યા કરી .


એક મૂર્ખ માણસ હતો તેની વીંટી ખોવાઈ ગઈ, અને ઘરની બહાર રસ્તામાં વીંટી શોધતો હતો, ત્યાં કોઈકે પૂછયું કે ભાઈ તું શું શોધે છે ? તો પેલો માણસ કહે છે કે વીંટી શોધું છું. પેલાએ પૂછયું કે- શું વીંટી અહીં પડી ગઈ છે ? ત્યારે પેલો માણસ કહે છે કે વીંટી તો ઘરમાં પડી ગઈ છે પણ ઓરડામાં અંધારું છે એટલે અહીં બહાર અજવાળામાં ખોળવા આવ્યો છું.

આવી જ કંઈક વાત જીવની છે. પોતાની અંદર રહેલા આનંદને તેની જગ્યાએ ખોળવાને બદલે તે આનંદને સંસારમાં ખોળે છે. એને કોઈ પૂછે તો કહે છે કે - ' હું સંસારમાં રહું છું એટલે આનંદને સંસારમાં ખોળું છું.' પરંતુ સંસારના વિષયો માણસને આનંદ આપતા નથી, સ્ત્રી, ધન, યશ, ઘર, ગાડી એ કશામાં સાચો આનંદ નથી. જેમ જ્યારે શરીર પર ગલી-પચી કરવામાં આવે તો તે ક્ષણિક આનંદ આપે, માત્ર થોડા સમય માટે, તેમ સંસારનો આ ક્ષણિક આનંદ છે, તે સાચો નથી. 

આનંદ માત્ર તેના ઉદ્ધમસ્થાનમાંથી જ મળે. જે વસ્તુ જ્યાં હોય ત્યાં શોધો તો જ તે મળે. જ્યાં નથી ત્યાં શોધો તો માથું પછાડી મરો જે સુખ આપે તે જ એક દિવસ દુઃખ પણ આપે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HgeGee
Previous
Next Post »