- સંપૂર્ણ સૃષ્ટિનો સર્જનહાર એક જ ઇશ્વર છે. તે અત્યંત દયાળુ અને કૃપાળુ છે. તેના સિવાય કોઈ ઉપાસ્યા નથી. તેની જ ભક્તિ કરો અને તેની જ આજ્ઞાાઓ માનો.
- 'મને એટલા માટે મોકલવામાં આવ્યો છે કે નૈતિક મૂલ્યો અને ઉત્તમ આચારને વિકાસની ચરમસીમા સુધી પહોંચાડી દઈ શકું.'
- 'હું લોકો માટે રહેમત (કૃપા) બનાવીને મોકલવામાં આવ્યો છું. તમે લોકો માટે સરળતા ઉભી કરો, મુશ્કેલીઓ નહીં.'
- 'માતા-પિતાની સેવા કરો. તેમની આગળ ઊંચા અવાજે વાત ન કરો.
- તમે સૌ એક જ માતા-પિતાના સંતાન છો. લોકો વચ્ચે રંગ, જ્ઞાાતિ, ભાષા કે પ્રાદેશિકતાના નામે ભેદભાવ ઊભા કરવા તે ઘોર અન્યાય છે.
- સ્ત્રીઓ, ગુલામો અને અનાથ બાળકો ઉપર સવિશેષ દયા કરો.
- જે માણસ પોતાના પુત્ર-પુત્રીઓ વચ્ચે ભેદભાવ ન કરે અને પુત્રીઓનું સારી રીતે પાલન-પોષણ કરે અને તેમના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરે તે સ્વર્ગમાં જશે.
- જે વડીલોનો આદર અને પોતાનાથી નાની ઉમરનાને પ્રેમ નથી કરતો તે અમારામાંનો નથી.
- પરલોકની યાતનાઓ ઘણી અસહ્ય છે. ત્યાં સગા-વ્હાલા, ધન-દૌલત કે કોઈ લાગવગ કામ આવવાની નથી. ઇશ્વરની આજ્ઞાાઓનું પાલન અને ઉત્તમ આચરણ જ પરલોકની યાતનાઓમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
- તમારા પૈસામાં તમારા સંબંધીઓ, ગરીબો અને અનાથ બાળકોનો પણ હક્ક છે. તેમના હક તેમને પહોંચાડો.
- ચીજ- વસ્તુઓમાં ભેળસેળ ન કરો. તોલવામાં ઓછું ન આપો. વેપારમાં છેતરપિંડી ન કરો. જે છેતરપિંડી કરે છે તે અમારામાંનો નથી.
- બજારભાવ ઊંચા લાવવા વસ્તુઓની સંગ્રહખોરી ન કરો. આવું કરનારા કઠોર સજાને પાત્ર છે.
- જુઠ્ઠાણું, નિંદા અને દોષરોપણથી બચો. લોકોને ખોટા નામે ન બોલાવો.
- અશ્લીલતા અને નિર્લજ્જતાની નજીક ન જાઓ, પછી તે છુપી હોય કે જાહેર.
- રસ્તા ઉપરથી કષ્ટદાયક વસ્તુઓ કાંટા, પથ્થર વગેરે દૂર કરી દો. ધરતી ઉપર નમ્ર બની ચાલો, ઘમંડથી નહિ.
- સાચું બોલો અથવા ચુપ રહો.
- આપેલા વાયદા પૂરા કરો.
- સત્ય અને ન્યાય માટે સાક્ષી આપો- તેના કારણે તમને કે તમારા કુટુંબિજનોને હાનિ થતી હોય તો પણ.
- અન્યાય વિરુધ્ધ ઝઝૂમનાર ઇશ્વરને પ્રિય હોય છે.
- જરૂર કરતાં વધારે કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરો. તમે નદી કિનારે હોવ તો પણ પાણીનો દુરુપયોગ ન કરો.
- તમારા શરીર, વસ્ત્રો અને ઘર સ્વચ્છ અને ચોખ્ખાં રાખો. જ્યારે ઊંઘમાંથી ઊઠો ત્યારે સૌ પ્રથમ તમારા હાથ ધોઈ નાંખો.
- જે વ્યકિત એ સ્થિતિમાં મૃત્યુ પામી કે તે ઇશ્વર સાથે બીજાને ભાગીદાર ઠેરવતો હતો તે નરકમાં જશે.
- જો તમે માતા-પિતાની સેવા કરી, તેમને પ્રસન્ન રાખ્યા, તેમનું આજ્ઞાાપાલન કર્યુંતો સ્વર્ગમાં જશો. તેમને પીડા આપી, તેનું દિલ દુભાવ્યું અને તેમને ત્યજી દીઘા તો નરકમાં જશો.
- તમારામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓથી સુંદર વ્યવહાર કરે.
- અત્યાચારી, ક્રૂર અને જુલ્મી શાસક સામે સત્ય (સાચી અને ન્યાયિક) વાત કરવી સૌથી મોટો જિહાદ છે.
- વ્યાજ લેવું એટલું ઘોર પાપ છે કે પોતાની માતા સાથે વ્યભિચાર કરવો.
- બીજા માટે તેજ વ્યવહાર રાખો જે તમે તેમનાથી પોતાના માટે ઇચ્છો છો.
- દારૂ, જુગાર, સટ્ટો હરામ છે. તેનાથી દૂર રહો.
- હબીબ શેખ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kyENeC
ConversionConversion EmoticonEmoticon