કૃતિ ખરબંદાએ તેના30મા જન્મદિવસે 30 બાળકોના શિક્ષણની જવાબદારી લીધી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 ઓકટોબર 2020, શુક્રવાર

બોલીવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદાએ બુધવારે પોતાનો ૩૦મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પ્રસંગે તેણે ૩૦ બાળકોના અભ્યાસની જવાબદારી લીધી હતી. તેણે બાળકોને શિક્ષણ આપતી એક સંસ્થા સામે હાથ મેળવ્યો છે જેમાં પોતે બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી ઉપાડશે. 

અભિનેત્રીએ આ વિશે જણાવ્યું હતુ ંકે, આપણી દુનિયા એક વૈશ્વિક મહામારીનો સામનો કરી રહી છે.  છેલ્લા થોડા મહિના આપણે બધા જ તનાવગ્રસ્ત રહ્યા છીએ. મારા વિચારે જરૂરિયાતોમાં થોડી ખુશીઓ લાવવાનો આ મારો એક નાનકડો પ્રથમ પ્રયાસ છે. દુર્ભાગ્યવશ કોરોના રોગચાળાને કારણે હું આ બાળકોને અંગત રીતે મળી શકી નથી, પરંતુ વર્ચ્યુઅલ રીતે તેમને મળીને તેમની સાથે સારો સમય પસાર કરીશ એવી મને આશા છે. 

કૃતિની ફિલ્મોની વાત કરીએ તો, આવનારા સમયમાં તે બીજોય નાંબિયારની ફિલ્મ તૈશમાં જોવા મળવાને છે. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બન્ને રીતે રિલીઝ થવાની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35P8zFR
Previous
Next Post »