ટ્રેક્ટરના પાછલા વ્હિલ મોટાં કેમ ?


વા હનોમાં વ્હિલની ભૂમિકા મહત્ત્વની છે. મોટા વ્યાસવાળા વ્હિલ એક આંટામાં વધુ અંતર કાપે છે અને નાના વ્હિલ ઓછું અંતર કાપે. બંનેના ફરવામાં પણ વધતી ઓછી શક્તિનો ઉપયોગ થાય. વાહનોમાં આગળના વ્હિલ માત્ર દિશા બદલવામાં ઉપયોગી છે. એન્જિનની ધરી પાછલા વ્હિલ સાથે જોડાયેલી હોય છે. એટલે વાહન પાછલા વ્હીલ વડે જ આગળ ધકેલાય છે.

ટ્રેક્ટર ખેતીમાં વપરાતું સાધન છે. ખેતરાઉ જમીન પર ઝડપ નહિ પણ સમતોલનની વધુ જરૂર છે. પાછળના વ્હિલને વધુ બળ મળી રહે તે માટે તેના વ્હિલ મોટા બનાવાય છે. વાહનના વ્હિલ જમીન સાથે જે બિંદુ પર જોડાયેલા હોય ત્યાં જમીનને ધક્કો મારીને આગળ વધે છે. મોટા વ્યાસના જાડા વ્હિલને ઓછી શક્તિ વડે આગળ ધકેલી શકાય છે અને એક આંટામાં અંતર પણ વધુ કાપે છે.

ખેતરની નરમ જમીન પર બરાબર પક્કડ જમાવવા તેના વ્હિલની સપાટી પહોળી અને ઊંડી ખાંચવાળી પેટર્નની હોય છે. મોટા વ્હિલનો બીજો ફાયદો એ છે કે ડ્રાઇવરની સીટ પણ વધુ ઉંચાઈએ હોય છે એટલે દૂર સુધી નજર રાખી શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3efS5KS
Previous
Next Post »