જાતજાતના જ્વાળામુખી પર્વત


જ્વા ળામુખી જાણીતી ભૌગોલિક રચના છે. ઘણા જ્વાળામુખી વિશ્વભરમાં જાણીતા છે. 

પરંતુ જ્વાળામુખીના ચાર પ્રકાર હોય છે તે તમે જાણો છો ?

જ્વાળામુખીનો પ્રથમ પ્રકાર 

પેલેનિયન વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર જોવા મળે છે. તેને ટૂંકમાં પેલે વલ્કાનો કહે છે. બેઠા ઘાટના આ જ્વાળામુખી ફાટે ત્યારે ગરમ ધૂળ અને રાખ ઉડે છે તેમાં લાવારસ ઓછો હોય છે 

પરંતુ ઝેરી ગેસ વછૂટે છે એટલે વધુ ખુવારી કરે છે. બીજા પ્રકારના હવાઈયન વલ્કાનો તોફાની છે. ઉંચાઈમાં ઓછા પણ પહોળાઈમાં વિશાળ એવા આ જ્વાળામુખીમાંથી  લાવા રસ ધીમે ધીમે વહીને બહાર આવે છે. તેમાં રાખ અને ધૂળ ઓછા પ્રમાણમાં હોય છે.

ઇટાલીનો વિશ્વપ્રસિદ્ધ સ્ટ્રોમ્બોલીન જ્વાળામુખી ત્રીજા પ્રકારનો છે તેને સ્ટ્રોમ્બોલિયન વલ્કાનો કહે છે. આ જ્વાળામુખી શાંત હોય છે તેની ટોચે સાંકડા મુખમાંથી ધૂળ અને રાખ ધીમે ધીમે આકાશ તરફ જાય છે સાથે સાથે આગના ભડકા પણ જોવા મળે છે તેમાંથી લાવારસ પણ ધીમે ધીમે નીકળીને જમીન પર ફેલાય છે, વધુ નુકસાન કરતા નથી. આ જ્વાળામુખી લાંબો સમય સક્રિય રહે છે અને જોવાલાયક હોય છે.

ચોથા પ્રકારના વલ્કેનિયન જ્વાળામુખી ફાટે ત્યારે વિસ્ફોટ થાય છે. તેમાંથી ધૂળ અને રાખ સાથે પથ્થરો પણ ફેંકાય છે. ધૂળ, રાખ અને પથ્થરો પ્રચંડ ગતિથી હજારો ફૂટની ઉંચાઈએ પહોંચી ઘટ્ટ વાદળ બનાવે છે અને આસપાસની જમીન પર પછડાય છે. આ જ્વાળામુખી સૌથી ભયંકર છે તેમાંથી ડામર જેવો કાળા રંગનો લાવા નીકળે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eetOEF
Previous
Next Post »