પો લિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થતાં.
પોલિયો વાયરસથી થતો રોગ છે. પરંતુ હવે પોલિયોની રસી આપી હોય તેવા બાળકોને આ રોગ થતો નથી. હવે વિશ્વભરમાં બાળકોમાં આ રોગ જોવા મળતો નથી. બાળકો માટે રસીકરણની યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પિવડાવવામાં આવે છે. આ મહત્ત્વની અને જીવન રક્ષક શોધ અમેરિકાના વિજ્ઞાાની જોનાસ સોલ્કે કરેલી.
જોનાસ સોલ્કનો જન્મ ઈ.સ. ૧૯૧૪ના ઓક્ટોબરની ૨૮ તારીખે ન્યૂયોર્કમાં થયો હતો. તેના માતાપિતા અભણ અને ગરીબ હતા પરંતુ તેમણે જોનાસને ખૂબ જ ખંતથી ભણાવેલો. ન્યૂયોર્કની યુનિવર્સિટી ઓફ મેડિસીનમાં અભ્યાસ કરી જોનાસ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૫૫માં તેણે પોલિયોની રસીની શોધ કરી. તેણે ઈન્જેક્શન દ્વારા અપાતી રસી શોધેલી. હાલમાં ટીપાં દ્વારા પિવડાવાતી રસીની શોધ આલ્બર્ટ સાબિન નામના વિજ્ઞાાનીએ કરેલી. બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી. બંને તેની પેટન્ટ મેળવી જંગી કમાણી કરી શક્યા હોત.
રસીની શોધ કર્યા પછી જોનાસે પોતાના પરિવારના સભ્યો પર જ પરીક્ષણો કરીને તે સફળ હોવાનું સાબિત કર્યું હતું. જોનાસે રસીની શોધ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા. ઈ.સ. ૧૯૯૫ના જૂનની ૨૩ તારીખે તેનું અવસાન થયું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Oc5jU
ConversionConversion EmoticonEmoticon