ઈવા મેન્ડેસનો પુન:આગમનનો સંકેત


ઈવા મેન્ડેસે એવો ઈશારો આપ્યો છે કે તે તુરંતમાં જ અભિનય ક્ષેત્રે પુનરાગમન કરશે. રિયાન ગોસલિંગ સાથે પોતાના બાળકોના ઉછેર માટે તેણે છ વર્ષનો બ્રેક લીધો હતો. એક મુલાકાતમાં ઈવાએ જણાવ્યું કે તે ફરી અભિનય ક્ષેત્રે આવવા માગે છે.

જ્યારે તેને તેની મહત્વાકાંક્ષા વિશે પૂછવામાં આવ્યું તો ઈવાએ જણાવ્યું કે તે હમેંશા મહત્વાકાંક્ષી રહી હતી પણ થોડા સમય માટે આ મહત્વાકાંક્ષા  બાળકોના ઉછેર તરફ વાળી દીધી હતી.

બે બાળકોની માતા બનેલી ઈવાએ જણાવ્યું કે બંને કામ કરી શકતી મહિલાઓની હું કદર કરું છું. પણ મારાથી એવું શક્ય નહોતું. જો કે હું મને પોતાને નસીબદાર માનું છું કે મારી પાસે વિકલ્પ હતા. મને ખુશી છે કે મેં મારા બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કર્યું.

 પણ હવે તેઓ ચાર અને છ વર્ષના થયા છે. એથી મને ફરી અભિનય કરવાની મહત્વાકાંક્ષા જાગી છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TAXVwJ
Previous
Next Post »