જામીન માટે કેલીની અરજી ફગાવવામાં આવી


શિકાગોનો એક ફેડરલ જજે મુક્તિ માટે કેલીની જામીન માટેની  છેલ્લામાં  છેલ્લી  અરજી પણ  ફગાવી  દીધી  છે. આર એન્ડ બી સ્ટારે દલીલ કરી હતી કે જેલના એક કેદીએ તેના પર હુમલો કરીને તેને નીચે  પછાડી દીધો  હતો અને બાકીના કેદી ચૂપચાપ જોતા રહ્યા હતા. કોઇએ તેની મદદ નહોતી કરી. કેલીએ દલીલ કરી હતી કે તે જેલમાં સુરક્ષિત નથી. જેલમાં ઓગસ્ટમાં થયેલી કથિત મારામારી વિશેની સુનાવણી યોજવાની આ ગાયકની માગણી પણ અમેરિકન  ડિસ્ટ્રિક્ટ  જજ હેરી  લીનેનવેબેર ે નકારી કાઢી હતી. જજે પોતાના ચૂકાદામાં જણાવ્યુ ં કે  આ બનાવ ગંભીર ચોક્કસ છે પણ  એટલો  ગંભીર નથી કે કેલીને તાત્કાલિક છોડી મૂકવામાં આવે. જજે  વધુમાં  જણાવ્યું  હતું  કે  આવા એકલદોકલ બનાવથી એમ ન કહી શકાય જેલ પ્રશાસન કેલીને સુરક્ષિત પણે  રાખવા સમર્થ  નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oMQ79J
Previous
Next Post »