ત્રણે પૈસામાં ધનવાન .


એ કવાર લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ જગતની ચર્ચા કરતા હતા. લક્ષ્મીજીએ કહ્યું પૃથ્વી પર તમારો એક પરમ ભક્ત ખૂબ ગરીબાઈ ભોગવી રહ્યો છે. સાચા ભાવથી તમારી ભક્તિ કરે છે. તેને થોડું સુખ આપો. ભગવાને કહ્યું કે લક્ષ્મીજી તેના ભાગ્યમાં સુખ નથી છતાં હું આ પંદર સોના મહોર તમને આપું છું. તમારે તે ભક્તના માર્ગમાં નાંખવાની છે. એક જ સોના મહોરથી તેના જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ આવી જશે.

ત્યારબાદ લક્ષ્મીજીએ પેલા ભક્તના જવાના માર્ગમાં એક એક સોના મહોર નાંખવાનું શરૂ કર્યું. પ્રથમ દિવસે ભક્તને માર્ગમાં પડેલી સોના મહોર મળી. તેને તે નજીકના વણિકની દુકાને જઇ આપી દીધી. વણિકે બદલામાં એક દિવસનું અનાજ આપ્યું. આ પ્રમાણે પંદર દિવસ સુધી નિયમિત ચાલ્યું. ભક્તને ભરપેટ ભોજનનું સુખ મળ્યું પરંતુ તેની ગરીબાઈ દૂર ન થઇ. લક્ષ્મીએ ભગવાનને કહ્યું કે પ્રભુ બીજો ઉપાય બતાવો જેથી તમારો ભક્ત સુખી થાય. ભગવાને કહ્યું હવે હું તમને માત્ર ત્રણ પૈસા આપું છું. તેનાથી તેનું તમામ દુઃખ દૂર થશે. તે ધનવાન શેઠ બની જશે.

બીજા દિવસે ભગવાન વિષ્ણુએ પેલો ભક્ત જે રસ્તેથી જતો હતો ત્યાં ત્રણ પૈસા નાંખ્યા. ભક્ત વિચારવા લાગ્યો કે આજે મારા નસીબમાં ત્રણ પૈસા છે. ત્રણ પૈસા લઇને ભક્ત વણિક પાસે ગયો. વણિકે કહ્યું કે ત્રણ પૈસામાં એક દિવસનું અનાજ ન મળે. આ સાંભળી ભક્ત ઘર તરફ આવતો હતો. રસ્તામાં એક માછીમાર માછલી વેચતો હતો. ભક્તે વિચાર કર્યો કે આજે માછલીના ભોજનથી ચલાવી લઇશું. તેણે ત્રણ પૈસામાં માછલી ખરીદી.

તેની પત્નીએ પેલી માછલી કાપી તો પેટમાંથી પંદર સોના મહોરો નીકળી. તેમાંથી એક જ વેચી તો તેઓ ધનવાન બની ગયાં. ધનવાન શેઠમાં તેમની ગણના થવા લાગી. લક્ષ્મીજીને નવાઈ લાગી. તેમણે ભગવાનને આ રહસ્ય પૂછયું. ભગવાને કહ્યું કે લોભી વણિક દરરોજ ભક્તને છેતરીને માત્ર ત્રણ પૈસાનું અનાજ આપતોહતો તે વણિક વધુ પૈસા કમાવા માટે નાવડીમાં બેસી દરિયો પાર કરી સામેના પ્રદેશમાં જતો હતો.

દરિયામાં તોફાન આવ્યું અને ખિસ્સામાંથી પંદર સોનામહોરો દરિયામાં પડી ગઈ. તેનો ખોરાક જાણી દરિયાની માછલી ગળી ગઈ. માછીમાર તે માછલી લઇ ભક્તને ત્રણ પૈસામાં આપી. ભક્તની પત્નીને માછલીના પેટમાંથી પંદર સોના મહોર મળી. તે ઓળખી ગઇ તેમાંથી એક જ સોના મહોર વેચતાં તેઓ ધનવાન બની ગયાં.

- ભગુભાઈ ભીમડા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HAFtSJ
Previous
Next Post »