ગાડી-વાડી-લાડી .


ગાડી, વાડી, લાડી- વગેરે જો સુખ સદાને માટે આપતાં હોય તેવું જો લાગતું હોય તો શરીર, બિમાર થાય અને અસ્વસ્થ બને તો તે સુખ કેમ સુખ લાગતું નથી ? ઇન્કમટેક્સની રેડ પડે ત્યારે ગાડી વાડી કેમ દુઃખમય બની જાય છે ? પેટમાં ચૂંક આવતી હોય તો શીખંડ-પુરી અને પકવાનનો થાળ કેમ સુખ આપતો નથી ? નજીકના કોઈ સગાનું અચાનક મૃત્યુ થાય, ત્યારે 'મારે પણ આ બધું છોડી મરવું પડશે- જવું પડશે' એ વિચારથી શોક કેમ થાય છે ? દીકરો-દીકરી કહ્યામાં ના રહે, મન માની કરે ત્યારે સંસાર કેમ ખારો થઈ જાય છે ?

માટે જ સાચી વાત એ છે કે સુખ કોઈ સંસારના પદાર્થમાં નથી.

પદાર્થ જડ છે, અને જડ પદાર્થમાં આનંદ કે સુખ હોઈ શકે નહિં. પણ જીવને જડ પદાર્થમાં આનંદનો કેવળ ભાસ થાય છે. એ આનંદ મેળવવા જાય છે, અને તેને સાચો આનંદ મળતો નથી. સાચો આનંદ તો પરમાત્મામાંથી પરમ ચૈતન્યમાંથી જ મળે છે. જીવનો આનંદ તેની અંદર જ છે. સંસારનો સંબંધ છુટે તો આનંદનો સંબંધ થાય બ્રહ્મ સંબંધ થાય.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HtZaew
Previous
Next Post »