કબીર કહે છે કે-રામ- ઝરુખે બૈઠ કે સબકા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત. રામજી ઝરૂખામાં બેઠા છે અને જેમ રાજા, તેના ચાકરો પાસે તેમની ચાકરીનો હિસાબ માંગે અને તેમને સોંપેલી ચાકરી તેઓએ કરી કે નહિ તે જોવા માગે છે. તેમ પ્રભુ, મનુષ્ય પાસે તેમણે કરેલી અને તેમને સોંપેલી ચાકરીનો હિસાબ માગે છે. અને જેવી ચાકરી કરી હોય તે પ્રમાણે તેમને આપે છે.
પ્રભુને આપવાના જિંદગીના આ હિસાબમાં ગરબડ હોય તો મનુષ્યને ગભરામણ થવાની જ. વ્યવહારમાં ઇન્કમટેક્ષ ઓફિસરને એક વર્ષનો હિસાબ આપવાનો હોય તો હિસાબમાં ગોટાળા વાળાને ગભરામણ થાય છે તો આખી જિંદગીનો જ્યારે હિસાબ આપવાનો આવે ત્યારે શું દશા થાય છ? મૃત્યુ આવીને ઉભું રહે ત્યારે મનુષ્ય આવી જ કંઈક લાચાર હાલત અનુભવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FSMNIq
ConversionConversion EmoticonEmoticon