દિગ્દર્શક નિખિલ અડવાણી કોરોના પોઝિટિવ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.26 ઓકટોબર 2020, સોમવાર

કોરોના વાયરસથી પૂરી દુનિયા જ નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. અત્યાર સુધી ઘણી સેલિબ્રિટિઓ કોરોનાના સપાટામાં આવી ગયા છે. હવે જાણવા મળ્યું છે કે, જાણીતા દિગ્દર્શક નિખિલ અડવાણી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેઓ આઇસોલેશનમાં છે. 

સૂત્રોના અનુસાર થોડા દિવસથી અડવાણીની તબિયત સારી રહેતી નહોતી. કોરોનાના હળવા લક્ષણ તેમનામાં જોવા મળ્યા હતા. આ પછી તેમણે પોતાની મેડિકલ તપાસ કરાવી હતી જેમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે હવે નિખિલની તબિયત કેમ છે તે વિશે કોઇ માહિતી નથી. 

નિખિલ અડવાણીએ પોતાની કારકિર્દીમાં ઘણી સારી અને સફળ ફિલ્મો આપી છે. કલ હો ના હો, સલામ એ ઇશ્ક,ચાંદની ચોક ટુ ચાઇના, પટિયાળા હાઉસ, ડી-ડે, હીરો, કટ્ટી ઔર બટ્ટી, બાટલા હાઉસ જેવી ફિલ્મો બનાવી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TrIFlL
Previous
Next Post »