(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.26 ઓકટોબર 2020, સોમવાર
મંદિરા બેદી અને તેના પતિરાજ કૌશલે ેપોતાના ઘરે આવેલા નવા મહેમાનનું સ્વાગત કર્યું છે.રાજ અને મંદિરાએ ચાર વરસની એક બાળકની દત્તક લીધી છે.જેની જાણકારી તેમણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર આપી હતી.
મંદિરાએ તારા સાથે પોતાના પરિવારની તસવીર શેર કરી છે. જેમાં તેમનો નવ વરસનો પુત્ર વીર પણ જોવા મળે છે. પુત્રીનું નામ તેમણે તારા બેદી કૌશલ રાખ્યું છે.
મંદિરાએ તેને વેલકમ કરતા લખ્યું છે કે, તારુ અમારા ઘરમાં સ્વાગત છે. વીરની બહેન અમે તને પ્રેમથી વેલકમ કરીએ છીએ. તારા બેદી કૌશલ, અમારા પરિવારનો ૨૮ જુલાઇ ૨૦૨૦ના રોજ હિસ્સો બની છે.
મંદિરાના પતિએ પણ પોસ્ટ શેર કરીને તારા બેદી કૌશલની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, હવે અમારો પરિવાર પૂરો થયો.
ઉલ્લેખનીય છે કે, ગયા વરસે મંદિરાએ એક ઇન્ટરવ્યુમાં વીર માટે એક બહેન જોઇએ છીએ તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. મંદિરાએ કહ્યું હતુ ંકે મારો પુત્ર આઠ વરસનો છે અને અમે એક બાળકીને પુત્રી તરીકે દત્તક લેવા માંગીએ છીએ.જેનું નામ અમે તારા રાખશું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Iy2kq
ConversionConversion EmoticonEmoticon