કનૈયાનો ભક્ત સૂરદાસ અતિ કામાંધ બિલ્વ મંગલ


ગામના સીમાડે કૂવે પાણી ભરવા જતી પનીહારીઓની ઠઠ્ઠા મશ્કરી કરે તેમના રૂપ સૌંદર્યને નીરખી નીરખી માનસીક પાપો બાંધે જતો હતો. રોજની મજાક મશ્કરીઓથી કંટાળેલ યુવતીઓ પૈકી એક યુવતીએ એક દિવસ બિલ્વમંગલને સખ્ત ઠપકો આપ્યો.

યોગાનુયોગ બિલ્વમંગલને ઠપકાનો આઘાત લાગ્યો અને પોતાની ખરાબ કર્મોની સજા માટે જાતે જ બે સોયાં આંખોમાં ઘોંચીને જાતે જ અંધ બની ગયા. પણ તેમના આંતરચક્ષુ ખુલ્લી ગયા શ્રી કૃષ્ણની ભક્તી મા એકાકાર થવા લાગ્યા કનૈયામાં લીન બની ભક્તીપદો દ્વારા ગીત ગુંજન ચાલુ થયુ તેમના નામ સ્મરણ થકી નવુ નામ 'સુરદાસ' થઇ ગયું.  સુરદાસ નામનો પ્રભાવ એવો થયો કે ત્યારબાદ કોઈપણ અંધ વ્યક્તિને પણ પ્રજા 'સુરદાસ'ના નામે ઓળખવા લાગી. આજકાલ અંધ વ્યક્તિ માટે માનવાચક બે શબ્દો છે એક 'પ્રજ્ઞાાચક્ષુ' અને બીજું 'સૂરદાસ' ચાલો આપણે સૌ પણ આપણને મળેલ ૨૪ કલાકમાંથી દર કલાકે ૨ મીનીટ લેખે દૈનિક ૪૮ મીનીટનો પ્રભુ નામ જાપ કીર્તનમા સદઉપયોગ કરીએ.

- હસમુખભાઈ વેદલીયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35kx6T4
Previous
Next Post »