લો કડાઉન દરમિયાન શ્રુતિ હસન મ્યુઝિકમાં વ્યસ્ત રહેતી. હવે, ફિલ્મોનું નિર્માણ ફરી શરૂ થયું છે આથી ગાયિકા અભિનેત્રી શ્રુતિને ફરી સેટ પર જવાનું ગમશે, એમાં કોઇ શંકા નથી. અત્યારે શ્રુતિ તમિળ ફિલ્મ 'લાબાન'નાં શુટિંગ માટે સક્રિય થઇ છે, જેમાં તેની સાથે સાઉથનો સ્ટાર વિજય સેતુપતિ છે. ચેન્નઇના ભાગોળે આ ફિલ્મનું શુટિંગ શરૂ થયું ત્યારે તેની સાથે થયેલી કેટલીક વાતચીત...
* રોગચાળામાં શુટિંગનો અનુભવ સાવ જુદો જ હશે નહીં ?
* દેખિતી રીતે જ એ ડરામણું અને ભયભીત કરી મુકે એવું છે. એક વ્યક્તિ પણ બેજવાબદાર બને તો વાઇરસ સાથેના કોઇ પણ વ્યક્તિને શિકાર બનાવી શકે. અમે જોયું છે કે માસ્ક પહેરવાથી પણ તફાવત સર્જાય છે. આપણે ઘરમાં કંઇ પણ કામ વિના બેસી રહેવું યોગ્ય તો નથી જ સંવેદનશીલ રીતે આપણે તો ઘર બહાર નીકળવું જ રહ્યું.
* મ્યુઝિક કાયમ તારો પ્રથમ પ્રેમ રહ્યો છે, એક્ટિંગ ભણીનો અભિગમ હવે જાગ્યો છે ?
* માત્ર મ્યુઝિક જ નહીં, પ્રારંભમાં તો હું એક્ટિંગથી પણ થોડી અળગી હતી. મ્યુઝિક મારી અભિવ્યક્તિનું પ્રથમ ફોર્મ છે. મેં મ્યુઝિક કલાસ પણ ભર્યા છે, પણ મેં કદી એક્ટિંગના ક્લાસ નથી ભર્યા. પણ હવે, મેં રોલ્સ સ્વીકારવાનું શરૂ કર્યું છે, જેનું મને ગૌરવ છે મને લાગે છે, મારી એક્ટિંગ વિના મારું મ્યુઝિક વિકશી શક્યું ન હોત. એના વિના,' મારું મ્યુઝિક પાંગરી શકયું ન હોત. વર્ષો વિતી ગયા, એક્ટિંગની સામેક્ષ સ્થિતિ બદલાઇ. મને એવું નહોતું લાગતું કે, મારી પ્રથમ ફિલ્મમાં મેં શું કર્યું એનો મને બહુ કલ્પના હતી, બીજા પ્રોજેક્ટ વેળા મારી સ્થિતિ સારી હતી. મારો ત્રીજો પ્રોજેક્ટ મધુર ભંડારકરની ફિલ્મ 'દિલ તો બચ્ચા હૈ જી' હતી જેમાં મને ઘણું બધુ શીખવા મળ્યું. કામ કરતા કરતા થયેલો આ અનુભવ ઉપયોગી નિવડયો. અને મારો ચોથો પ્રોજેક્ટ એ.આર. મુરુગાડોસ સરની ફિલ્મ 'નુએએમ અર્તવુ' હતી એ તો બારમાં ધોરણમાં ભણતા હોય એવું લાગ્યું. લોકો સંભવત: એવું માનતા પણ હસે કે હું તો કમલ હસનની પુત્રી છું આથી, મને આ બાબત કેમ ન સૂઝી, પણ વાસ્તવમાં, હું ફિલ્મના સેટ પર ભાગ્યે જ હતી અને મેં કદીય અપ્પાને કહ્યું નહોતું કે મારી ભલામણ કરો. એ સંભવત: સાછું છે કે કેટલાક લોકોએ ફિલ્મ વર્લ્ડમાં એન્ટ્રી લીધી હતી કેમ કે તેનું કારણ તેમની સરનેમ હતી, પણ જે સફળતા મળી, નિષ્ફળતા મળી એ તો તેમની સાથે જ સંકળાયેલી છે.
* અત્યારે ઘણી ફિલ્મો ઓટીટી પર રિલિઝ થાય છે એ અંગે તારું શું માનવું છે ?
* લોકડાઉનમાં ઓટીટીની શી વેલ્યું છે એ લોકોએ જાણ્યુ છે. પણ સાથે એ પણ એટલું જ સાચુ છે કે 'એવેન્જર્સ' જેવી ફિલ્મો તો થિયેટરમાં જુઓ તો જ આનંદ આવે, સરકારે હવે ૫૦ ટકા જેટલા થિયેટર ભણી ફિલ્મો બતાવવાની મંજૂરી આપી છે. જેમાં નિર્માતાઓને સારુએવું નુકસાન થશે.'
* ઘણા એક્ટર અને ટેકનિશિયન પે-કટ માટે તૈયાર થયા છે.
* ઘણાં લોકો મહેનતાણાં રૂપે કરોડો રૂપિયા લે છે, તેઓ પે-કટ માટે તૈયાર થઇ શકે. હીરોઇનોને એટલું મહેનતાણું નથી મળતું. હીરો-હીરોઇનોના મહેનતાણાં વચ્ચે જબરો તફાવત હોય છે. આ તફાવત સમજતા મને ૨૦ વર્ષ જેટલો સમય લાગ્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35JQzMZ
ConversionConversion EmoticonEmoticon