ભૂ મિ પેડણેકરને તેની કામનું ગર્વ છે. એ કહે છે કે હું અસામાન્ય કહી શકાય એવી સ્ટોરીઝને શોધું છું અને તેના થકી હું સતત સફળ થાય એવા પ્રોજેક્ટ્સ કરી શકું એવો મારો ઇરાદો હોય છે.
'હું અસામાન્ય મહિલા માટે અસામાન્ય કથાઓ શોધું છું! હું માનું છું કે આને કારણે મને ફિલ્મ પસંદ કરવામાં સહાયભૂત થાય છે મારી કારકિર્દીના પ્રારંભથી જ, મારા એવા પ્રયત્ન રહે છે કે મને એવી લાઇફ-સ્ટોરીઝ મળે જે શક્તિશાળી, મજબૂત અને સ્વતંત્ર મહિલાઓની હોય. આવી મહિલાઓનો એક અવાજ હોય છે અને એ સમાજને તે સંભળાવવા ઇચ્છતી હોય છે. આ સાથે ભૂમિ ઉમેરે છે, 'સિનેમા એ ધારદાર વાર્તાલાપ છે, સંવાદ છે અને મારી બધી જ ફિલ્મો તેની પોતાની રીતે જ યુનિક માર્ગે આગળ વધે છે અને એ રીતે તે સમાનતા હાંસલ કરે છે.'
ભૂમિએ એ દાખવ્યું છે કે નવા રોલ્સ શોધવામાં તેણે કદીય પાછીપાની નથી કરી અરે, ભારતની મહિલા તરીકે હકારાત્મક વાતચીત શરૂ કરવાનું તેનું લક્ષ્ય હોય છે અને તે માટે એ પૂરતાં પ્રયાસ કરે છે.
મને મારા કામનું ગૌરવ છે. હું જાણું છું. હું સતત આવા પ્રોજેક્ટ્સ હાથ ધરવા ઇચ્છું છું જે મારા માટે મારા ઘરમાં આવે. આવા વિષયો મારા હૃદયની અત્યંત નિકટ હોય છે. કેમ કે મને એવું લાગે છે કે હું જે મહિલા પાત્રોને સ્ક્રીન પર ચિત્રિત કરું છું તે જવાબદારીભર્યા હોય છે. આભાર માનું છું કે હું એ બાબતમાં સદ્નસીબ રહી છે કે મને એવા પ્રોજ્ક્ટ્સ મળ્યા છે અને સદ્નસીબે ફિલ્મસર્જકોએ પણ મારા થકી ઓનસ્ક્રીન પર આવા પાત્ર ભજવવા મારી પસંદગી કરી છે,' એમ કહી ભૂમિએ સમાપન કર્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37RDSCq
ConversionConversion EmoticonEmoticon