બેવ્યક્તિને એક સાથે જીવન જીવવાની સામાજીક મહોર એટલે લગ્ન નહિ. લગ્ન એટલે માત્ર સપ્તપદીની વિધિ નહીં. હજારો વર્ષોથી રહેલો આ સામાજીક નિયમ એક સંસ્કાર છે. સપનાની દુનિયામાંથી નીકળીને વાસ્તવિક જીવનમાંસાથે ચાલવાનુંનામલગ્નછે.લગ્નજીવન સફળ બનાવવાની પણ એક કલા છે. ઼
મધ્યમવર્ગીય કુટુંબોમાં પુત્રી અઢાર વર્ષની થતાં જ માતા-પિતા તેના લગ્નની ચિંતા કરવા લાગે છે. ઘરના વડીલો સહિત બધા જ તેને જોતજાતની સલાહ આપવા લાગે છે. રસોઈ અને ઘરના બધા જ કામ કરતાં શીખી જાવ. હવે બહાર ફરવા જવાનું બંધ કેમ? અરે હવેતો લગ્ન નક્કી થશે અને સાસરે જઈને કંઈ કામ નહિ આવો તો ( સાસરિયાંઓ કહેશે કંઈ શીખવાડતું જ નથી.
લગ્નપૂર્વે બધાજ ઘરોમાં છોકરીઓને સલાહ આપવામાં આવે છે. પરંતુ માતા-પિતા તેમને કામ શીખવવાની સાથે સંબંધો જાળવવાની કલા શીખવવાનું ભૂલી જાય છે. જે તેમને સાસરિયાંઓ સાથે બંધાતા નવા સંબંધો વિશે જાણકારી આપે અને તેને જાળવવાની સલાહ આપે તો તે ખૂબ જ કુશળતાથી પોતાનું ઘર ચલાવી શકે છે.
લગ્નની સફળતાની કોઈ ચાવી નથી. કોઈ કોર્સ કે પુસ્તકના લગ્નને સફળ બનાવવાનાનુઆ બધાને કામલાગતા નથી. કારણ કે લગ્નજીવનની સફળતાની કુંજી તો પતિ-પત્ની સાથે રહીને અનુભવોમાંથી જ શીખી શકે છે. છતાં કેટલીક એવી વાતો છેકે પતિ-પત્ની સાથે તેમના કુટુંબીજનો પણ શીખી જાયતોલગ્નજીવનસફળતા બની જાય છે.
જીવનસાથીની પસંદગી પ્રત્યેકયુવક-યુવતીએ સમજવું જોઈએ કે, સપના અને હકીકતમાં ઘણો ફરક છે. વાસ્તવિક જીવનમાં જીવનસાથી ફિલ્મી હીરો અથવા હીરોઈનની જેમ આદર્શ, સર્વગુણ સંપન્ન અને દેખાવડા નથી હોતા. તેથી કલ્પનાની દુનિયામાંથી બહાર નીકળીને જ તમારે જીવન સાથીની શોધ કરવી જોઈએ. તે વ્યક્તિમાં થોડાગુણ અને થોડા અવગુણ તો હશે. લગ્ન પહેલાં તમે શરત કરો કે તેણે પોતાની બધી જ ઉણપ દૂર કરીને તમને અનુકુળ થઈ જાય તો તે શક્ય નથી. હંમેશા સમજદાર, પરિપકવ, બુદ્ધિમાન અને નેહભાવ ધરાવનાર વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરો. બાકીનીવાતો એકદમગૌણ બની જાય છે.
સંસ્કારોનું મહત્ત્વ:
નાનપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. તેમન ે કિશોરવસ્થામાં પ્રવેશતાં જ લગ્નજીવન વિશે વાત કરવી જોઈએ. એકસાથે રહેવું, ખાવું-પીવું અને ફરવા જવું એટલે લગ્નજીવન નહિ. કુટુંબને એક તાંતણે બાંધીને, સહુની સાથે સંબંધોનો સુમેળ સેતુ સ્થાપીને રહેવાનો અર્થ લગ્ન થાય છે.
જીવનસાથીની શોધ:
બ્રાહ્મણોથી લઈને કમ્પ્યુટર નેટ પરથી જીવનસાથી શોધવાના જુદા જુદા રસ્તાઓ છે. તમે કોઈપણ માધ્યમના ઉપયોગ વડે જીવનસાથી પસંદ કરી શકો છો. પરંતુ તમારે વર તથા વિશે જે કોઈ માહિતી મળી છે તે સાચી છે કે ખોટી તેની તપાસ કરવી જોઈએ. હંમેશા યાદ રાખો કે, સારો જીવનસાથી મેળવવા, નોકરી, વય, પદ, તથા બીમારી વિશે ખોટી વાત ન કરવી. અસત્યના પાયા પર ચણાયેલી ઈમારત ક્યારેક તો પડી ભાંગશે. એટલેહંમેશા અસત્ય અને બનાવટના પાયા પર લગ્નજીવન ટકતું નથી.
છોકરાઓનું કાઉન્સેલીંગ :
લગ્ન પૂર્વે છોકરીઓને તો બધા જ સલાહ આપે છે પરંતુ છોકરાઓને કોઈ કંઈ જ કહેતું નથી. ઉલ્ટાનું, છોકરો આડે રવાડે ચઢી ગયો હોય તો એમ કહે છે. કે, તેને ખીંટીએ બાંધીદો એટલે સરખો થઈ જશે. આમ કહીને કોઈક ગરીબ કુટુંબની કન્યા સાથે તેના લગ્ન તો કરાવી આપે છે પરંતુ લગ્ન બાદ તેની જવાબદારીઓ નિભાવવાની સલાહ કોઈ તેને આપતું નથી. જે કારણે તેની પત્નીનું જીવન નરક સમાન બની જાય છે. લગ્નથી છોકરાઓ ઉપર પણ સમાન જવાબદારી આવી જાય છે. તેમણે પણ ખૂબ જ સમજદારીપૂર્વક કામ કરવું પડે છે. એટલે માતાપિતાએ પુત્રને પત્ન ી સાથે રહેવાનું અને ઘરના કામની જવાબદારીથી વાકેફ કરવા જોઈએ. બેજવાબદાર વ્યક્તિની પત્નીઓનું જીવન એકદમ દુ:ખી હોય છે. તેમને ઈચ્છા થાય તો પુત્રને લગ્ન પૂર્વે મેરેજ કાઉન્સેલર પાસે લઈ જવી જોઈએ.
લગ્નની તૈયારી:
છોકરીઓને ઘરના કામ ઉપરાંત, બજેટ બનાવવું, બાંધી આવકમાં ઘરી ચલાવવાની કલા, તથા વસ્તુ ખરીદવાનો પણ અનુભવ આપવો જોઈએ. લગ્ન પછી તરત જ ઘર સંભાળવાનું આવે તો ડર લાગતો નથી.
સંબંધીઓની ભૂમિકા:
લગ્ન બાદ કુટુંબીજનો તથા અન્ય સંબંધીઓ કંઈ હદ સુધી તેમના જીવનમાં દખલગીરી કરી શકે તે નક્કી કરવાનું કામ પતિપત્નીનું છે. ઘણી વખત કટુંબીજનોની વધુ પડતી દખલગીરીને લીધે પણ લગ્નજીવન તૂટી જતું હોય છે, પતિ-પત્નીએ હંમેશા સાથે મળીને જ નિર્ણય લેવા જોઈએ અને તેમના નિર્ણયો પ્રત્યે શંકા કે પ્રશ્નાર્થચિહ્ન ન મૂકવાની સમજ સંબંધીઓને પણ હોવી જોઈએ.
નાટકીય સંબંધ :
આપણા સમાજમાં સાસુ-વહુ અને નણંદ-ભાભીના સંબંધને નાટકીય બનાવી દેવામાં આવ્યા છે. પુત્રના લગ્ન પૂર્વે માતાએ માનસિક રીતે તૈયાર થવું જોઈએ, વહુના આગમન બાદ પણ તે પોતાની સત્તા રાખશે તથા વહુને પારકી ગણશે તો દિકરો ક્યારેય સુખી નહિ રહી શકે તે ઉપરાંત વહુ પણ ક્યારેય દિલથી તેને માન નહિ આપે. તે સાથે એ પણ યાદ રાખવું ક ેવહુને એટલી બધી છૂટ ન આપવી કે તે તમારા માથે ચડી જાય. હંમેશા સંબંધોમાં સંતુલન જાળવવું જોઈએ. સાસરિયાંઓએવહુનેસ્નેહ અને સમ્માન આપીને પોતાની ગણવી જોઈએ. તે સાથેજ વહુએપણ બધા જ સંબંધોને માન આપવું જોઈએ.
પ્રેમલગ્ન:
જે સંતાન પ્રેમ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરેતો તરતજનાનહિપાડવી. બની શકે, તેમની પસંદ સારી હોય. પ્રેમલગ્ન કરનાર યુગલને મનગમતો જીવનસાથી મળ્યાનો સંતોષ થાય છે. જો તમને એમ થાય કે તમારા સંતાનની પસંદગી ખોટી છે તો તેને ધીરજપૂર્વક સમજાવો. સાથે ભણનારા કે નોકરી કરનારા પોતાની પસંદ પ્રમાણે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.
પ્રેમલગ્નની સફળતાની કોઈ ખાત્રી નથી. તેમાં પણ સમાધાન તો કરવા જ પડે છે. ફકમાત્ર એટલો છે કે એરેન્જ મેરેજમાં માતા-પિતાના આશીર્વાદ સાથે હોય છે અને કંઈક થાય તો તેમને ફરિયાદ કરી શકાય છે. જ્યારે લવમેરેજમાં બધી જવાબદારી પતિ-પત્નીની હોય છે અને તે માટે તેમણે પહેલેથી માનસિક તૈયારી કરવી જોઈએ.
લગ્ન કંઈ રીતે કરવા:
લગ્ન સમયે લોકો પોતાની ક્ષમતા કરતાંવધી ચઢીને ખર્ચ કરે છે. તેમ છતાં બંને પક્ષની કોઈને કોઈ ફરિયાદ તો હોય જ છે. તમારું હૃદય ખુશ થઈ જાય તેવી રીતે લગ્ન કરવા.તર્મવર-વધૂની પણ કંઈ રીતે લગ્ન કરવાની ઈચ્છા છે, તે પૂછો. દહેજ લેવાથી વરવામણો બની જાય છે, તેજ રીતે વધૂ પણ આત્મસમ્માનનો અનુભવ નથી કરતી.
કલ્પનાની દુનિયામાંથી બહાર આવો:
લગ્ન બાદ જીવનમાત્રફુલોની કેડીનથી રહેતું પરંતુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. આર્થિક મુશ્કેલી, બીમારી, અન્ય ચિંતાઓ જીવનનો અભિન્ન અંગ છે અને તેની સામે લડવા પતિ-પત્નીએ એકબીજા પર વિશ્વાસ કરીને પોતાના સ્વાર્થને નેવે મૂકીને કુટુંબની ચિંતા કરવી જોઈએ. તેમણે એકબીજાની ઢાલ બનવું જોઈએ. આ માટે પહેલેથી બંનેએ માનસિક તૈયારી કરવી જોઈએ. અન્યથા થોડી પણ મુસીબત તેમની વચ્ચે ખાઈ ખડી કરી દે છે.
લગ્નની તૈયારી બંનેએ જોરશોરથી કરવી તે જોઈએ અને તે સાથે જ યાદ રાખો કે, આતો માત્ર શરૂઆત છે. આગળનો રસ્તે તો બંનેએ સાથે મળીને જ જવાનું છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G5CAIK
ConversionConversion EmoticonEmoticon