(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 ઓકટોબર 2020, શુક્રવાર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પેન્ટસી એકશન એડવેન્ચર ફિલ્મ બ્રહ્માસ્ત્ર ઘણા સમયથી બની રહી છે. બે વરસ પહેલા શરૂ થયેલી આ ફિલ્મની રિલીઝ ડેટને કેટલીય વખત આગળ ધકેલવામાં આવી છે. હાલમાં જ રણબીરે આ ફિલ્મનું ડબિંગ કર્યું છે.
તાજા રિપોર્ટના અનુસાર નિર્માતા કરણ જોહરના સ્ટૂડિયો પાર્ટનર ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝએ ફિલ્મના રન ટાઇમ પર કાપ મુકવા માટે કહ્યું છે. સોશિયલ મીડિયાની એક મનોરંજન વેબસાઇટના અનુસાર, એક રિપોર્ટમાં એક સૂત્ર દ્વારા જણાવામાં આવ્યું છે કે, ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝએ કરણ જોહર અને અયાન મુખર્જીને ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા માટે કહ્યું છે. આમ કરવાનું કારણ ફિલ્મના ત્રણ કલાકના રન ટાઇમને અઢી કલાક કરવાનો છે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ બ્રહ્માસ્ત્ર અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે તેથી મેકર્સ પ્રોફિટ લેવામાં કોઇ કસર છોડવાનો નથી. ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝના અનુસાર હવે દર્શકોની પસંદગી બદલાઇ રહી છે. લાંબી ફિલ્મ જોવાથી તેઓ કંટાળી જાય તેવી પૂરી શક્યતા છે. તેથી એક યાદગાર અનુભવ બને એ માટે ફિલ્મનો અઢી કલાકનો સમય જ યોગ્ય છે.
રિપોર્ટના અનુસાર આ ફિલ્મનો એક નાનકડો શેડયુલ નવેમ્બરમાં શરૂ થવાનો છે. આ પછી ૧૯૦ દિવસનું શૂટિંગ પુરુ થઇ જશેય ૧૦ દિવસમાં ફાઇનલ શેડયુમાં થોડા ગીતો અને દ્રશ્યોના શૂટિંગ કરવામા આવશે. સ્ટૂડિયો ફિલ્મને હવે વધુ પોસ્ટપોન કરવા માંગતો નથી. તે આવતા વરસના ઉનાળુ વેકેશનના વીકેન્ડમાં રિલીઝ કરવાનું વિચારી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HyKnPn
ConversionConversion EmoticonEmoticon