પૃ થ્વી પરના પ્રાણી, પક્ષીઓ, જળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે. દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ છે. લોહી હિમોગ્લોબીન તત્વને કારણે લાલ દેખાય છે. લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને તેને તરતાં રાખનાર પ્રવાહી પ્લાઝમાં હોય છે. લોહી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.
શરીરની રકત વાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહી લાખો કિલોમીટરનું અંતર કાપે છે.
માણસના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહીનો છે.
લોહીમાં રહેલા રક્તકણો ૧૨૦ દિવસ જીવે છે અને તે નાશ પામીને નવા બને છે. આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાઈ ગયેલા હોય છે.
જુદા જુદા માણસોના લોહીનું બંધારણ જુદુ જુદું હોય છે. તે અલગ ગ્રુપથી ઓળખાય છે. લોહી અન્ય જરૂરિયાતવાળા દર્દીને આપી શકાય છે.
લોહીમાં રહેલા શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37V6avQ
ConversionConversion EmoticonEmoticon