- પાલિકાના પૂર્વપ્રમુખ દ્વારા ગત ૫ાંચમી સપ્ટેમ્બરે ચૂંટણી રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી : વચગાળાના મનાઇ હુકમથી રાજકીય ગરમાવો
નડિયાદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરુવાર
ડાકોર નગરપાલિકામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.થોડા સમય અગાઉ થયેલ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સમયે થયેલ વિવાદ સંદર્ભે ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખની સત્તા છીવનાઇ છે.આ ચૂંટણીમાં ભાજપના સભ્યોએ વ્હીપ વિરુધ્ધ મતદાન કર્યુ હતુ.આથી આ સભ્યો ઉપર પક્ષે પક્ષાંતર ઘારા હેઠળ કાર્યવાહી કરી હતી.જે અંગેનો આજે હાઇકોર્ટ દ્વારા ચૂદાકો આવતા ડાકોર નગર પાલિકામાં આગામી સમયમાં વહીવટદાર નિમાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ડાકોર નગર પાલિકામાં રજી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ઉપર હાઇકોર્ટે વચગાળાનો હુકમ જાહેર કર્યો છે. હાઇકોર્ટે ના આ ચૂકાદાને પગલે ડાકોર નગરપાલિકામાં વહીવટી શૂન્યાવકાશ થશે.ડાકોર નગરપાલિકામાં વહીવટદાર નિમવાની શક્યતાઓ રાજકીય પંડિતો સેવી રહ્યા છે.હાઇકોર્ટના ચૂકાદા ના પગલે ડાકોર પાલિકા અપક્ષ પ્રમુખ મયુરીબેન અને ઉપપ્રમુખ કલ્પેશભાઇ ભટ્ટની સત્તા છીનવાઇ જશે. વર્ષ ૨૦૧૮ ની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષના સભ્યોએ વ્હીપ વિરુધ્ધ મતદાન કર્યુ હતુ.આ સભ્યો ઉપર પક્ષે પક્ષાંતર ઘારા હેઠળ કાર્યવાહી કરી હતી .માર્ચ-૨૦૧૮માં પક્ષાંતર ઘારાહેઠળ આ ૭ સભ્યોને સભ્ય પદ રદ કરતો ચૂકાદો આવ્યો હતો.
જો કે ૨ સપ્ટેમ્બર-૨૦૨૦ ડાકોર પાલિકાના ચૂંટણી અધિકારી પાસે પક્ષાંતર ઘારાના હુકમની કોપી પહોચી ન હતી.જેથી પાલિકામાં ૨જી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ગેરલાયક ઠરેલ સભ્યોને ચૂકાદો ના મળતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં વોટિંગ કર્યુ હતુ.ડાકોર પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ દ્વારા ગત ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ચૂંટણી પ્રક્રિયા રદ કરવા ગુજરાત હાઇકોર્ટ પિટિશન દાખલ કરાઇ હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જી.આર.ઉઘવાનીએ વચગાળાનો મનાઇ હુકમ કર્યો છે.આજે હાઇકોર્ટમાં સાત સભ્યો વાળી મૂદતને ધ્યાને રાખી આ હુકમ કર્યા છે.
૨જી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ યોજાયેલ ડાકોર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઇકોર્ટ વચગાળાના હુકમ રદ કરી વહીવટદાર નિમણુંકનો આદેશ કર્યો છે.જેમાં ભાજપ પક્ષના ગેરલાયક ઠરેલ ૭ સભ્યોએ પક્ષાંતર ઘારા હેઠળ રદ થયેલ સભ્ય પદ સામે હાઇકોર્ટમાં સ્ટે માગ્યો છે.જેનુ જજમેન્ટ આવવાનુ બાકી છે તેના કારણે હાઇકોર્ટ દ્વારા વચગાળાનો મનાય હુકમ કરવામાં આવ્યો છે.આજે તેનુ જજમેન્ટ આવશે પછી ચૂંટણી પ્રક્રિયા રદ થાય તેવી શક્યતા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TDEyTU
ConversionConversion EmoticonEmoticon