અત્યારે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી આશાવાદ પર ટકેલી છે. 'અમે એવી આશા રાખી રહ્યા છે કે અનલોક-૫માં થિયેટરો પૂરે પૂરાં ખોલવામાં આવશે,' એમ સરકારે જણાવ્યુ ંહતું
બો લીવૂડ માટે ૨૦૨૦નું વર્ષ 'કમનસીબ વર્ષ' પુરવાર થઇ રહ્યું છે. તહેવારોનું સિઝન આડે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે કોરોનાની મહામારી હજુ ટુટી નથી અને હટવાનું નામ પણ લેતી નથી, છતાં તો આપણે તો જીવન જીવવાનું છે અને નોકરી-ધંધાય કરવાના છે, જોકે બોલીવૂડમાં તો ભારે ભયંકર મંદી જેવી અસરપ્રવર્તી રહી છે. મોટાભાગના ફિલ્મ સર્જકોએ તેમની ફિલ્મો ૨૦૨૧માં રિલિઝ કરવાનું વિચાર્યું છે ત્યારે ઘણાં એવા જવામર્દ સર્જકો પણ છે. જેઓ આગામી તહેવારોમાં જ તેમની ફિલ્મી રજૂ કરવા પ્રતિબદ્ધ છે- જોકે આ બધુ ત્યારે શક્ય બનશે જ્યારે થિયેટરો ફરી ખુલ્લાં મુકાશે.
૨૦૨૦નું વર્ષ તો ઘડીના છઠ્ઠા ભાગમાં પસાર થઇ જશે પણ આ વર્ષની અત્યંત આઘાતજનક અશર મુવી બિઝનેશને થઇ છે. થિયેટરો હજુય બંધ છે અને ક્યારે ખુલ્લાં મુકાશે એ અંગે કોઇ કશું કહી શકે એમ નથી. ૨૦૨૧નું વર્ષ ફેસ્ટિવલ જેવું લાગી રહ્યું છે અને તેમાં ઉજવણી પણ ધામધૂમથી થશે, એવું માનવામાં આવી રહ્યું છે. મોટા ભાગના ફિલ્મસર્જકોએ તેમની મોટી-મોટી ફિલ્મો આ વર્ષે નહીં, પણ આવતા વર્ષે જ ફેસ્ટિવલ સ્લોટમાં જ રિલિઝ કરવાનું નક્કી કર્યું છે. જહોન અબ્રાહમ તેની સિક્વલ ફિલ્મ 'સત્યમેવ જયતે-૨'ને ઇદમાં રિલિઝ કરશે જ્યારે આમીર ખાન તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આ વર્ષે ક્રિસમસમાં રિલિઝ કરવાનો છે.
આ વર્ષે પણ 'સૂર્યવંશી' અને '૮૩ના સર્જકો તેમની ફિલ્મ દિવાળી અને ક્રિસમસના વિક-એન્ડમાં રિલિઝ કરવાના છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેસ્ટિવલમાં ફિલ્મો રિલિઝ કરવાનું શું મહત્વ છે ? : આ અંગે રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના સીઇઓ શિબાશિષ સરકાર કહે છે. 'જો તમે એક નજર નાખશો તો હોલિવૂડની ફિલ્મો લેબરડે અને ક્રિસમસમાં રિલિઝ થાય છે. અને તેમાંય ખાસ ફિલ્મો હોય તો આ દિવસો તેમના માટે વિશિષ્ઠ હોય છે. આ એક પેટર્ન છે. ભારતમાં આ પ્રથા આગામી દિવસોમાં ઘણી બોલકી બનશે. લોકો નિર્માતાના પોઇન્ટ-ઓફ-વ્યૂના દ્રષ્ટિકોણથી ફિલ્મો જોવાનો પ્રયાસ કરશે. હાલમાં તો નિર્માતાઓ ફિલ્મોની જાહેરાતની ઘોષણ કરે છે. અને સાથો સાથ તેનું સર્જન પણ કરે છે, પણ અમે જોઇએ છીએ કે આખું વર્ષ કેવું ગયું,' એમ તેમણે ઉમેર્યું હતું.
અત્યારે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી આશાવાદ પર ટકેલી છે. 'અમે એવી આશા રાખી રહ્યા છે કે અનલોક-૫માં થિયેટરો પૂરેપૂરાં ખોલવામાં આવશે,' એમ સરકારે જણાવ્યુ ંહતું.
દરમિયાન અજય દેવગણની ફિલ્મ 'મૈદાન' સ્વાતંત્ર્ય દિને રજૂ કરવાનું નક્કી કરીને બેઠી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે કે 'આપણે ભલે સમય પસાર થતાં વિકસ્યા હોઇએ, પણ ૧૯૮૦માં આપણા માટે જે દિવસો મહત્વના હતા એ જ દિવસે આજે પણ મહત્વના છે જેમ કે સ્વાતંત્ર્ય દિન, ગાંધી જયંતિ, અને બેશક, દિવાળી, ઇન અને ક્રિસમસ જેવા તહેવારો, આજે પણ આ દિવસો ફિલ્મસર્જકો માટે મહત્વના છે, મને બરાબર યાદ છે આ દિવસોમાં મોટી ફિલ્મો રિલિઝ થતી, પણ તે વેળા સોશિયલ મીડિયા નહોતું, તે ફિલ્મોનો હાઇલાઇટ્સ કરવા.'
હવે તો ફિલ્મનું શુટિંગ શરૂ કરવા પહેલા જ ફિલ્મ સર્જકો તેની રિલિઝની તારીખ જાહેર કરી નાખે છે, આ તારીખો મહત્વની હોય છે. રજાના દિવસોમાં લોકો ભપકો દેખાડવાના મૂડમાં હોય છે. અને આ હોલિ-ડેઝમાં મોટી ફિલ્મોને કાયમ બોનસ મળી રહે છે.
ફિલ્મસર્જકોના દ્રષ્ટિકોણથી જોઇએ તો, જેણે ૨૦૧૮માં સલમાન ખાનની ફિલ્મને ઇદમાં રિલિઝ કરવાની ઓફર કરી હતી, એ ફિલ્મ 'રેસ-૩'ના ફિલ્મસર્જક રેમો ડિ'સોઝા તેમણે સહમતી વ્યક્ત કરી હતી કે સર્જકો અને કલાકારો ફિલ્મને તહેવારોમાં રિલિઝ કરવાના મતના હોય છે 'ફિલ્મ માટે એ ઘણું મહત્વનું હોય છે. તમે હોલિ-ડેઝ જોઇને યોગ્ય રિલિઝ કરો તો લોકો સહેલાઇથી આવે અને ફિલ્મ જુએ. ફિલ્મસર્જકો પણ તહેવારોમાં ફિલ્મ રિલિઝ કરવા ઉત્સુક હોય છે. અને દરેક સ્ટાર તેમની ફેસ્ટિવલ રિલિઝ માટે દિવસ બુક રાખે છે. અને એ પણ સાચું કે એ સમયે તેઓ તેમની ફિલ્મ રિલિઝ કરે જ છે,' એમ ડિ'સોઝાએ જણાવ્યું.
આ વર્ષ ફિલ્મો માટે સૌથી ખરાબ નિવડયું છે. તેઓ કહે છે કે આવતા વર્ષે તહેવારોમાં પોતાની ફિલ્મ રિલિઝ કરવી ખરેખર 'કટોકટીરૂપ' પૂરવાર થશે.'
આવા જ સેન્ટિમેન્ટને પડઘો પાડતાં એક્ઝિબિટર અક્ષય રાકીએ જણાવ્યું. મોટી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ હોય છે અને તહેવારો તેમની ફિલ્મોને વધુ સારો બિઝનેશ કરવાની તક પૂરી પાડે છે આ વર્ષ કેવું ગયું તેનો વિચાર કરતા બ્લોકબસ્ટર વધુ નુકશાન નહીં કરે એ જોવાનો જ છે. અને એ પણ એક્ઝિબિશને સેક્રટર બચી જાય એ માટે જ છે મને ખરેખરે આશા છે કે બધા ટોચના દિગ્દશકો અને કલાકારો વધુને વધુ ફિલ્મ રિલિઝ થાય એ જોવાનું પસંદ કરશે અને ૨૦૨૧ એક્ઝિબિશન સેન્ટર પાસે કેટલું વોલ્યુમ છે તેના પર આધાર રાખશે.'
આમ તહેવારો છે છતાં ફિલ્મસર્જકો તેમની ફિલ્મો ૨૦૨૧માં રિલિઝ થાય એવી રાહ જોઇ રહ્યા છે ત્યારે આગામી તહેવારોમાં પણ બોલીવૂડનો રંગ ફિક્કો તો નહી પડયો હોય એવી આશા રાખી શકાય ખરી !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37WNfAS
ConversionConversion EmoticonEmoticon