ફેશનેબલ માનુનીઓના ફેવરિટ લેધર-વેર


ફેશન વર્લ્ડમાં લેધરનું પણ ચોક્કસ સ્થાન છે. રખે માની લેતાં કે અહીં આપણે લેધર બેલ્ટ, વોલેટ કે શુઝની વાત કરવાના છીએ. એ વાત તો પુરાણી થઈ ગઈ છે. આજકાલ લેધર ડ્રેસ, લેધર જેકેટ કે લેધર બ્લેઝરની ફેશન ચાલી રહી છે. 

એક સમયમાં માત્ર પુરુષોમાં ફેવરિટ ગણાતું લેધર હવે માનુનીઓમાં પણ પ્રિય થઈ પડયંુ છે. તમને કદાચ એમ થશે કે આ મોસમમાં તે કાંઈ લેધરના વસ્ત્રો પહેરાતાં હશે? આના જવાબમાં ફેશન ડિઝાઈનરો કહે છે કે તમારે પગથી માથઆ સુધી લેધરનો પોશાક નથી પહેરવાનો. તમે ચાહો તો માત્ર જેકેટ અથવા બટન ડાઉન શર્ટ અથવા પેન્ટ ખરીદી શકો છો. આજની તારીખમાં લોકો વર્ષમાં આઠ મહિના લેધર ડ્રેસ પહેરવા તૈયાર રહે છે. તેનું કારણ એ છે કે તેમાં હવે વિવિધ રંગો પણ મળે છે. એટલું જ નહીં, અન્ય ફેબ્રિકની જેમ તેમાં ફલોરલ પ્રિન્ટ સુધ્ધાં ઉપલબ્ધ છે.

જો કલરફુલ ફલોરલ પ્રિન્ટના લેધર જેકેટને કલાસિક બ્લેક ડ્રેસ સાથે પહેરવામાં આવે તો? 'ક્યા બાત હૈ' આ ડાયલોગ ઘણાનાં મોઢે સાંભળવા મળે તો નવાઈ નહીં પામતા. આ ઉપરાંત મોટરસાઇકલ ચીક જેકેટ, તે પણ ઇવનિંગ સ્કર્ટ સાથે પહેરવામાં આવે તો તે પરફેક્ટ ફેશન સ્ટેટમેન્ટ બની રહે છે. એવું નથી કે લેધર ડ્રેસ માત્ર સાંજની પાર્ટીમાં જ પહેરી શકાય. ચોકલેટ બ્રાઉન કે અન્ય બ્રાઈટ કલરના બ્લેઝર દિવસ દરમિયાન પણ ફેમિનાઈન લુક આપે છે.

આ ઉપરાંત લેધરના કફવાળા શર્ટ, કોણીમાં લેધર પેચ, લેધરના કોલર પણ સ્માર્ટ લુક આપે છે. અને હવે તો માનુનીઓ લેધરના મેક્સી ડ્રેસ પણ પહેરવા લાગી છે. હા, જેને સૌથી ઓછા લેધરનો ઉપયોગ કરવો હોય તે ચામડાના શોલ્ડર પેડ્સ નખાવી શકે. બાકી લેધરનું ડિઝાઈનર ટયુનિક પણ તમારી પર્સનાલિટીને વધુ પ્રભાવશાળી બનાવે છે. એકવડા બાંધાની માનુની ટાઈટફીટ, ફુલ સ્લીવ્ઝનું, હાઇનેકવાળું વનપીસ ડ્રેસ પહેરે તો તેની તારીફ ન થાય એ વાતમાં દમ નથી. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31IK9fO
Previous
Next Post »