હું ૨૧ વરસની યુવતી છું. મને ત્વચાની કાળજીની ટિપ્સ આપશો.
એક યુવતી (અમદાવાદ)
જો તમારી ત્વચા તૈલીય હોય તો વોટર બેઝ્ડ ક્રિમ લગાડવું અને જો ત્વચા રૂક્ષ હોય તો ઓઇલ બેસ્ડ ક્રિમ લગાડવું.
કોઇ પણ ઋતુમાં ખૂબસૂરત ત્વચા માટે સૌથી વધુ મહત્વનું છે ક્લિન્ઝિંંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ
દર એક-બે કલાકે પાણીથી ચહેરો ધોતા રહેવું. જેથી ત્વચા તાજી રહે.
ચહેરાને ધોવા માટે એન્ટી બેકટેરિયલ ફેસ વોશનો ઉપયોગ કરવો.
હું ૨૦ વરસની યુવતી છું. કપાળ પર અને ચહેરા પર ખીલના ડાઘા રહી ગયા છે તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
મારા નખને મજબૂત કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (મુંબઇ)
બદામનું તેલ, ઓટમીલ અને ચંદન પાવડર દરેક બે ચમચા લઇ ભેળવી તેની મુલાયમ પેસ્ટ બનાવવા થોડા ટીપાં દૂધ ભેળવવું. ડાઘા પર હળવે હળવે મસાજ કરવો.
એક ચમચી જિલેટિન બે અઠવાડિયા લુધી નિયમિત ખાવાથી નખ મજબૂત થશે.
હું ૩૩ વરસની ગૃહિણી છું. મને ઘરે અરીઠામાંથી શેમ્પૂ કઇ રીતે બનાવી શકાય તેની રીત જણાવશો.
એક મહિલા (પાલઘર)
આંબળા, અરીઠા, શિકાકાઇ લઇ એક શીશીમાં ભરવા. થોડું પાણી નાખી શીશી હલાવવી. ફીણવાળું શેંપૂ તૈયાર થશે.
એક ચમચો અરીઠા પાવડર, એક ચમચો શિકાકાઇ, એક ચમચો સંતરાની છાલનો પાવડર ભેળવી પાતળી પેસ્ટ બનાવવી. વાળને ભીના કરી હળવા હાથે માલિશ કરતા હોય તેમ વાળમાં લગાડવું અને પછી વાળ ધોઇ નાખવા.
એક અરીઠાને રાતના પાણીમાં ભીંજવવા. સવારે પાણીમાંથી અરીઠા નિચોવી અલગ રાખવા અને પાણી ગાળી લેવું. તેમાં લીંબુના રસનાં થોડાં ટીપાં ભેળવી વાળ ધોઇ નાખવા.
હું ૨૬ વરસની યુવતી છું. મારો ઉપલો હોઠ ચહેરાની સરખામણી કરતાં કાળો છે. હોઠ પરની કાળાશ દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (નાસિક)
સંતરાની છાલનો પાવડર અને બદામની પેસ્ટ ભેળવી તેમાં થોડા ટીપાં ઠંડુ દૂધ ભેળવવું. આ મિશ્રણને હોઠ પર હળવે હળવે ઘસવાથી કાળાશ ઓછી તજી જશે.તેમજ નિયમિતપણે સનસસ્ક્રીન લોશનનો ઉપયોગ કરશો.
હું ૩૫ વરસની મહિલા છું. મારી ત્વચા તૈલીય હોવાથી હું કંટાળી ગઇ છું. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક મહિલા (નવી મુંબઇ)
૮-૧૦ ગ્લાસ પાણી પીવાની આદત પાડવી. રોજિંદા આહારમાંથી તળેલા, ભારે-મસાલેદાર વાનગીનું પ્રમાણ નહીંવત કરવું. તેના સ્થાને સલાડ તેમજ તાજા ફળોનું પ્રમાણ વધારવું. અડધી ચમચી કપૂરને ૨૦૦ મિલિલિટર ગુલાબજળમાં ભેળવી દિવસમાં ચાર વખત આ મિશ્રણથી ત્વચા લૂછવી.તેમજ એક ચમચી માટી અને એચ ચમચી ચંદન પાવડર લઇ મુલાયમ પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં ગુલાબજળ ઉમેરી ચહેરા પર એકાંતરે આ પેક લગાડવો સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ts9Rkh
ConversionConversion EmoticonEmoticon