પર્યાપ્ત આગોતરી સલામતીના પગલાં સાથે કેમેરાનો ફરી સામનો કરવાનું અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને ગમશે, પણ બોલીવૂડમાં વર્ષોથી ફોર્મ્યુલા ફિલ્મો બને છે તે અંગે નવાઝુદ્દીન ભિન્ન છે. બોલીવૂડમાં ધીમે ધીમે કામ શરૂ થઇ ગયું છે અને અન્ય કલાકારોની જેમ તે નવાઝુદ્દીનને પણ ગમે છે. આ સાથે જ નવેસરથી કેમેરાનો સામનો કરવામાં તે અત્યંત ઉત્સુક છે, પણ તેની સાથો સાથ આ માટે તે સાવ ઉતાવળો પણ નથી.
'એક કલાકાર તરીકે મને સેટ પર જવાનું જરૂર ગમશે અને કામ કરવામાં આનંદ આવશે. જોકે આ બધુ મારા જોખમે કે કાસ્ટ કે ક્રૂના બિનજરૂરી જોખમે કામ માટે દોડી જવામાં હું માનતો નથી,' એમ નવાઝુદ્દીન કહે છે માર્ચના અંતમાં લોકડાઉન અમલમાં આવ્યો ત્યારે તેઓ કુશાન નાન્દીની ફિલ્મ 'જોગીરા સારા રારા'નું શુટિંગ કરતા હતા.
'કોવિદ-૧૯ના કેસોની સંખ્યા પર ઘણોબધો આધાર રહેલો છે. જોઇએ આ બાબત કઇ રીતે આગળ વધે છે,' એમ 'મોન્ટોના અભિનેતા કહે છે અને ઉમેરે છે કે જ્યાં સુધી મને લાગેવળગે છે. ત્યાં સુધી તો, બધુ કામ સારી રીતે આગળવધતું હોય તો હું તો ક્યાંય પણ શુટિંગ માટે તૈયાર છું અને એ માટે હું લકી છું. મેરી કોઇ ભી ફિલ્મ કિસી સ્પેશિફિક જગહ પર બેઝ નહીં હૈ. તે ક્યાય પણ પર શૂટ થઉ શકે છે,' એમ સિદ્દીકી કહે છે તેનો લોકડાઉનનો મોટા ભાગનો સમય ઉત્તર પ્રદેશમાં આવેલા તેમના ગામ બુઢાણા અને ઉત્તરાખંડના દહેરાદૂર વચ્ચે વહેંચાઇ ગયો છે કે જ્યાં તેના નાના ભાઇઓ રહે છે.
થિયેટરોને બંધ થવાને છ મહિનાથી વધુ સમય થઇ ગયો છે, પણ તેમની મોટાભાગની ફિલ્મો જેવી કે 'ગુમકેતુ' અને રાત અકેલી હૈ' તો ઓટીટી 'પ્લોટફોર્મ્સ પર રિલિઝ થઇ ચૂકી છે. 'એક એક્ટર તરીકે મારા માટે તો મારું કામ લોકો સુધી પહોંચે એ જ મહત્વનું છે.' એમ તેમણે જણાવ્યું. તેમની વેબ સીરિઝ 'સિક્રેડ ગેમ્સ'ને પણ સારો આવકાર મળ્યો છે.
વેબ સીરિઝ બનાવવાની કળા અને ફિલ્મો વચ્ચે શું તફાવત જોવા મળ્યો ? ખાસ કરીને ભારતમાં તો નવાઝુદ્દીને જણાવ્યું, 'વર્ષોથી આપણે ફોર્મ્યુલા ફિલ્મો કરીએ છીએ એક હીરો હૈ, એક હીરોઇન હૈ ઔર કુછ ગાને હૈ. હું એ નથી કહેતો કે ઉસ તરહ કી ફિલ્મે ગલત હૈ. અરે, હું પણ એવી ફિલ્મોનો હિસ્સો સુદ્ધા બન્યો છું.
હમારી ઓડિયન્સ કો ભી વો સિનેમા કાફી પસંદ આતી હૈ. પણ દરેક પ્રકારની ફિલ્મો બનવી જોઇએ. એવો આપણો અભિગમ હોવો જોઇએ. આપણી મોટા તાગની હિન્દી ફિલ્મો શ્રેષ્ઠ હોય છે, જેને મ્યુઝિકલ ઓપેરા કહી શકાય તેમણે ધ્યાન ખેંચતા જણાવ્યું અને અનુભવ્યું કે આવી સરખી ફોર્મ્યુલા ફિલ્મ કામ કરીત રહેશે. 'જો અલગ પ્રકારની કેટલીક ફિલ્મો બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો ઘણાં લોકો તેને વખાણશે નહીં અથવા તો નિહાળશે નહીં, એમ નવાઝુદ્દીને કહી વાત પૂરી કરી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ea7xYI
ConversionConversion EmoticonEmoticon