જીવનનો અર્થ .


જીવનમાં કોઈ કોઈ વાર ઘણા મનુષ્યોને પ્રશ્ન થાય છે કે- મનુષ્ય જીવનનો અર્થ શું ? જીવનનું લક્ષ્ય શું ? જીવન શા માટે છે ? ઘણીવાર સ્મશાનયાત્રામાં કે ચિતા પર શબને અગ્નિદાહ અપાતો જોઈ મનુષ્ય વિચારે ચડે છે. મારી પણ આવી દશા થવાની હું પણ આમ જ મરી જવાનો. બધું છોડીને મારે પણ આમ જવું પડશે. સ્મશાનમાં આવો 'વૈરાગ્ય' આવે છે પણ લાંબો ટકતો નથી. એટલે એને 'સ્મશાન વૈરાગ્ય' કહે છે. તેમ છતાં આ સ્મશાન વૈરાગ્ય એ વૈરાગ્ય તો છે જ. કારણ તે અંતરમાં પેદા થાય છે. પ્રભુએ જ એવી રચના કરી છે કે સંસારમાં ફસાયેલા મનુષ્યને આવી રીતે પણ ઢંઢોળે છે. કોઈ પૂર્વ-જન્મનો ભાગ્યશાળી આવા પહેલા ધક્કાથી જ ચેતી જાય છે. પણ રીઢા થઈ ગયેલા મનુષ્યો મનને ચુપ કરી દે છે અને મનને કહે છે કે- બેસ બેસ ડાહ્યલા... બહુ ડહાપણ કર્યા વગર ખા-પી અને મોજ કર.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mbtyct
Previous
Next Post »