વોશિંગ્ટન,૨૬,ઓકટોબર,૨૦૨૦, સોમવાર
નાસાના અંતરિક્ષયાન ઓસિરીસ રેકસને પૃથ્વીની નજીકના લઘુગ્રહ બેનું પરથી નમૂનો લાવવામાં સફળતા મળી છે પરંતુ આ સફળતા નાસાને ભારે પડી શકે છે. નાસાના અધિકારીના જણાવ્યા મુજબ લઘુગ્રહના જે નમૂના લેવામાં આવ્યા હતા તેના નાના ટુકડા અંતરીક્ષમાં લીક થઇ રહયા છે. ગત સપ્તાહ મંગળવારે રોબોટિક અંતરિક્ષયાનનો રોબોટિક ભાગ બેન્નુ લઘુગ્રહ સાથે નિયંત્રિત રીતે ટકરાયો હતો. ત્યાર પછી તેના ટુકડાને ૨૦૦ મીલિયન માઇલ દૂર એક કલેકશન ડિવાઇસમાં ફસાવ્યો હતો. આનો હેતું બેનું લઘુગ્રહ પરથી સેમ્પલ લાવવાનો હતો. ત્યાર પછી વિવિધ તસ્વીરો પરથી જાણવા મળ્યું કે કલેકશન ડિવાઇસમાં અનુમાન કરતા વધારે મોટો ટુકડો લેવાયો હતો.
આ ટુકડાની અવશેષો અંતરિક્ષમાં ફેલાઇ રહયા હતા. નાસાની ટીમ આ લીકેજને અટકાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેના માટે કલેકશન ડિવાઇસને નિયંત્રણમાં લાવવું જરુરી છે. એવું માનવામાં આવે છે કે ડિવાઇસ સ્થિર ના રહેવાથી લીકેજનો સાચો અંદાજ લગાવી શકાતો નથી. જો આ લીકેજ ચાલું જ રહયું તો નાસાનું અંતરીક્ષયાન ૨૦૨૩માં પાછું આવશે ત્યારે લઘુગ્રહ પર ખરેખર કેટલો નમૂનો લેવાયો હતો તેનો અંદાજ આવી શકશે નહી. અમેરિકાની શસ્ત્ર કંપની લોકહીડ માર્ટિન દ્વારા તૈયાર કરવામાં આવેલું ૮૦૦ મિલિયન ડોલરના મિનીવેન આકારનું આ અંતરિક્ષયાન ૨૦૧૬માં લોંચ કરવામાં આવ્યું હતું. આ યાન પ્રાચીન લઘુગ્રહ પરથી સેમ્પલ લઇને પરત આવશે, જો કે માર્ચ ૨૦૨૧ સુધી યાન પૃથ્વી પર પાછા આવવાની શરુઆત કરે તેવી શકયતા નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ts4G3W
ConversionConversion EmoticonEmoticon