(૧) પાપની ઉંમર વધે છે પણ તે ઘરડું થતું નથી.
(૨) લોકો શું કહેશે તે તરફ દ્યાન ન આપો ફક્ત એટલું જ જુઓ કે જે કરવા યોગ્ય હતું તે થયું કે નહિ ?
(૩) તિજોરીનું તાળુ તોડવું સહેલું છે પણ કોઇના ભરોસાને તોડવો અતિદુષ્કર છે.
(૪) લોહી ગરમ હોવું જરૂરી છે પણ એ સાબીત કરવા લોહી વહાવવું જરૂરી નથી.
(૫) જેની જીભ મીઠી એને ઘેર ઘેર ચિઠ્ઠી, જેની જીભ ઝેરી એનો આખો મલક વેરી.
(૬) સોનાનું પાત્ર અવાજ નથી કરતું, પિત્તળનું વાસણ અવાજ કરે છે. અહંકારી અને દંભી માણસો પિત્તળના વાસણ જેવા છે.
(૭) જો તમે હસસો તો આખી દુનિયા તમારી સાથે હસશે પણ જો તમે રડશો તો તમારી સાથે રડશે નહિ.
(૮) એક એવી વસ્તુ છે જેને એકવાર ખોઈ નાખ્યા પછી પાછી મેળવી શકાતી નથી અને તે છે સમય.
(૯) ઉંમરલાયક આપમેળે થવાય પણ લાયક થવામાં ક્યારેક ઉંમર નીકળી જાય.
(૧૦) માણસ દુર્બુધ્ધિના રવાડે ચડે તો રાક્ષસ બને અને સદ્બુધ્ધિ પ્રિય બને તો ઇન્સાન બને.
(૧૧) પોતાની બુધ્ધિથી સાધુ થવું સારું પણ બીજાની બુધ્ધિથી રાજા બનવું સારું નહિ.
(૧૨) માણસ પંખીની જેમ આકાશમાં ઉડવાનું જાણે છે તેને માછલીની જેમ દરિયામાં તરતા આવડે છે પણ માણસ તરીકે આ પૃથ્વી પર કેવી રીતે ચાલવું તે હજી તેને આવડયું નથી.
(૧૩) પ્રાર્થના તો ઘરના પ્રવેશદ્વાર આગળ દુઃખ માટે 'નો એન્ટ્રી' છે.
(૧૪) અંધારુ, અસત્ય, અજ્ઞાાન-વિના મહેનતે આવે છે. પ્રકાશ વિના નોતરે ન આવે એ મોઘો મહેમાન છે.
(૧૫) યુવાન દીકરાઓ સામે ઘરડા માબાપે હાથ લાંબો કર્યો ત્યારથી આપણા સમાજમાં 'ઘરડાઘર' અસ્તિત્વમાં આવ્યા.
(૧૬) સારું થાય તો 'નફો' મળે, અને ખરાબ થાય તો 'બોધપાઠ' મળે.
(૧૭) સમજી પોતે સુધરીએ, સૌ જગ નહિ સુધારાય,
પગે પગરખા પહેરીએ, પૃથ્વી નહિ મઢાય
(૧૮) મુઠી શાનકે પરીંદે હી જ્યાદા ફડફડાતે હૈ,
બાજકા આવાજ મેં કભી આવાજ નહિ હોતી.
(૧૯) ઘડિયાળ બધા પાસે છે, સમય કોઈ પાસે નથી.
(૨૦) જીવન પતંગ ચગાવવા જેવી છે ક્યારેક એને ઢીલી મૂકી દેવી પડે ક્યારેક પકડી રાખવી પડે.
- હરસુખલાલ સી. વ્યાસ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jDxaCq
ConversionConversion EmoticonEmoticon